Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ડેરી પીપળીયામાં પોષણ માસની ઉજવણી

બગસરા : તાલુકાના ડેરી પીપરીયા ગામે આંગણવાડી કક્ષાએ પોષણમાસ અંતર્ગત પોષણ તોરણ, પોષણ સલાડ અને ન્યુટ્રી ગાર્ડનની ઉજવણી કરવામાં આવેલ જેમાં કિશોરીઓ દ્વારા નાટક કરીને આંગણવાડીની સેવાઓની સમજ આપવામાં આવેલ તથા વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલ તેમજ કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવેલ તેમજ પોષણ સલાડનું ડેકોરેશન કરવામાં આવેલ તમામ લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ જેમાં જીલ્લા કક્ષાએથી અધિકારીઓશ્રી હાજર રહેલ તેમજ બગસરા તાલુકાના સીડીપીઓ નયનાબેન આર.શેઠ તથા તમામ સ્ટાફ અને ગામના સરપંચ મહેશભાઇ ગોધાણી તથા સભ્યોશ્રી અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવેલ. પોષણ માસની ઉજવણી કાર્યક્રમોની તસ્વીરો. (તસ્વીરો : સમીર વિરાણી, બગસરા)

(11:36 am IST)