Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ધોરાજી-૩, જામજોધપુર-૧ll, બાબરામાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ર૧ તાલુકાઓમાં વરસાદઃ સર્વત્ર મિશ્ર હવામાનઃ ગોંડલમાં ધોધમાર વરસાદ

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે. આવા વાતાવરણ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.  આજે બપોરે ધોરાજીમાં ૩ ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ, બાબરામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ર૧ તાલુકાઓમાં હળવા-ભારે ઝાપટારૂપે વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી જીલ્લાના બાબરામાં ૧ ઇંચ, બગસરા અડધો ઇંચ, રાજુલા, લીલીયા, સાવરકુંડલા, અમરેલીમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે. જયારે જુનાગઢમાં પોણો ઇંચ, કેશોદ - મેંદરડામાં ઝાપટા પડયા છે.

બોટાદ જીલ્લાના ગઢડામાં અડધો ઇંચ, ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં અડધો ઇંચ તથા ઉના-વેરાવળમાં વરસાદી ઝાપટા પડયા છે.

જામનગર જીલ્લાના જામજોધપુરમાં દોઢ ઇંચ તથા જોડીયામાં ઝાપટા પડયા છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ૩ ઇંચ, જેતપુરમાં અડધો ઇંચ, ઉપલેટા-રાજકોટ માં વરસાદી  ઝાપટા પડયા છે.

ગોંડલ

 ગોંડલઃ શહેરમાં આજે બપોરે ર.૩૦ વાગ્યાથી કાળા ડીબાંગ વાદળા સાથે ધોધમાર વરસાદ વરસી રહયો છે.

ધોરાજી

( ધોરાજીઃ ધોરાજીમાં અચાનક વરસાદ વીજળીના કડાકા સાથે આવી પહોંચતા ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. આજ રોજ ગણેશ ચર્તુથી અને જૈનનો પવિત્ર તહેવાર  સંવત્સરી મહોત્સવના પ્રસંગમાં લોકો તેમના ઘરે પ્રસંગ ઉજવી રહયા છે. પરંતુ વરસાદે પણ આ પ્રકારનો વરસાદી વિધ્ન હોય જેથી આમજનતા પરેશાન થઇ હતી અને હાલમાં ખેડુતો અને આમ જનતા ભગવાનને વિનંતી કરે છે કે હવે મેઘરાજા ખમૈયા કરો.

(3:46 pm IST)