Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

જુનાગઢ જિલ્લાના ૮ તાલુકાનો સીઝનનો ૪૦ ઇંચથી વધુ વરસાદ

સૌથી વધુ પ૪ ઇંચ વિસાવદર અને સૌથી ઓછો ૩પ ઇંચ વરસાદ માંગરોળ

(વિનુ જોશી) જુનાગઢ તા.રર : જુનાગઢ જિલ્લા ૮ તાલુકાના સીઝનનો ૪૦ ઇંચ વધુ વરસાદ થયો છે.

જેમાં સૌથી વધુ પ૪ ઇંચ  વિસાવદરમાં અને સૌથી ઓછો ૩પ ઇંચ વરસાદ માંગરોળમાં  નોંધાયો છે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં કુલ ૧૯૪ મી.મી. એટલે કે ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી જિલ્લાભરમાં વરસાદ માહોલ છે.

આજે  સવાર સુધીમાં જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૦૮૮૯ મીમી. ૪૩.પ૬ ઇંચ વરસાદ થયો છે.

જેમાં કેશોદ ૧૧૪૪ મી.મી. (૪પ.૯ર ઇંચ) જુનાગઢ ૧૦૦૭ મી.મી. (૪૦.ર૮ ઇંચ), ભેંસાણ ૯૬૮ મીમી (૩૮ ઇંચ) મેંદરડા ૧૦૩૬ (૪૧ ઇંચ) માંગરોળ ૮૯૯ મીમી (૩પ.૯૬ ઇંચ) માણાવદર ૧૧૭૮ મીમી (૪૭.૧ર ઇંચ) માળીયા હાટીના ૧૧પ૪ મીમી (૪૬.૧૬ ઇંચ), વંથલી ૧૧૩૪ મીમી (૪પ.૩૬ ઇંચ) અને વિસાવદર ખાતે સીઝનનો કુલ વરસાદ ૧૩પ૮ મીમી (પ૪.૩ર ઇંચ) નોંધાયો છે.

(1:04 pm IST)