Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

જુનાગઢના એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડ

હથિયાર સાથે નીકળતા એસઓજીએ પકડી લીધો

(વિનુ જોશી) જુનાગઢ તા.રર : જુનાગઢના એક શખ્સને રાત્રે એસઓજીએ પિસ્તોલ સાથે પકડી પાડી તેને હથિયાર આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જુનાગઢના એસઓજીનાં પીએસઆઇ જે.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ એમ.વી. કુવાડીયા વગેરે રાત્રે જુનાગઢમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે જમાલવાડી વિસ્તારમાં રહેતા ફૈઝલખાન હુસેનખાન અગવાન (ઉ.વ.ર૭) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં બરડાવાવ પાસે નીકળતા તેને એસઓજીએ અટકાવીને તેની તલાશી લીધી હતી.

જેમાં ફૈજલ પાસેથી દેશી બનાવટની ૧૦ હજારની કિંમતની પરવાના વગરની પિસ્તોલ મળી આવતા તેની ધરપકડ કરી હતી.

આ શખ્સે હથિયાર વંથલીના ધણફુળીયા ગામનો હુશેનશા હમીદશા રફાઇ પાસેથી મેળવ્યું હોવાનું પુછપરછમાં ખુલતા પીએસઆઇ જે.એમ.વાળાએ આગળની તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)