Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ધોરાજીના બેંક કર્મચારીનું અપહરણ કરનારા રાજકોટના ૩ સહિત ૪ ઝડપાયા

બચતના પૈસા ગેરવલ્લે જતા અટકાવી પાડોશી મહિલાને પરત અપાવી દેતા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૨: કેહવાઈ છેકે પરહિતકાર્ય સહજ નથી..તેના માટે કયારેક મુશ્કેલી કે સંઘર્ષ પણ વેઠવો પડે. આ પ્રકારની એક ઘટના સામે આવી છે.

ઉપલેટા ઢાંકની ગારી વિસ્તારમાં રહેતા રેખાબેન હરિભાઈ ધોકિયા એ જૂનાગઢના વિવેક કિશોરભાઈ રૂપારેલીયા પાસેઙ્ગ વીમા પોલિસી લીધી હતી. જે પેટે વિવેક રૂપારેલીયા ને સવા બે લાખ રૂપિયા આપેલ.જે રકમ વીમા કંપનીમાં ભરવાને બદલે વિવેક રૂપારેલીયા એ પોતાના ખાતામાં નાખી દીધા હતા. આ વાતની જાણ રેખાબેનના પાડોશી અને ફરિયાદી હાર્દિક કિશોરભાઈ ધામેચા દરજી વ્યવસાયે બેંક કર્મચારી ને થતા તેમણે રેખાબેનની મદદ કરી પૈસા પરત અપાવ્યા હતા. તે બાબતનો ખાર રાખી આરોપી વિવેક રૂપારેલીયા રે જૂનાગઢ,લક્ષ્મણ ઉર્ફે ખોડા કારા ચાવડીયા ભરવાડ રે રાજકોટ,મુન્ના દ્યુદ્યા ભાઈ જોગરણા ભરવાડ રે. રાજકોટ અને રવિ હેમંતભાઈ ભરવાડ રે. રાજકોટ તેમજ ધર્મેશ રાણાભાઈ ભૂંડિયા ભરવાડ રે રાજકોટ વાળાઓ એ ફોર વિલ માં ધોરાજી આવી ફરિયાદી હાર્દિક ધામેચાને એચ ડી. એફસી બેંક બહારથી કારમાં  એક લાખ દશ હજારની માંગણી કરી માર મારી ધોરાજી અને જેતપુરના વિવિધ એટીએમ મશીન માંથી ફરિયાદીના ૫૦,૦૦૦ રૂ કઢાવી લઈ હાર્દિક ધામેચા ને ધોરાજી ઉતારી દીધા બાદ ઉપલેટા જઈ હાર્દિકભાઈના માતા પિતાને ધમકાવી બાકીના પૈસા આપવા દબાણ કરતા ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઇન્સ્પેકટર હૂકુમતસિંહ જાડેજા અને મહિલા પીએસઆઇ નયનાબેન કદાવાલાએ  ઉપલેટા થી ૩ અને ૧ આરોપી રાજકોટ થી ઝડપી લીધા હતા. હજુ રવિ ભરવાડની શોધખોળ શરૂ કરાઈ છે. ધોરાજી પોલીસે આરોપીઓ વિરુદ્ઘ અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)