Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ :અમરેલી -બગસરા માર્ગ બંધ :કોઝ વે માં પાણી ભરાયા

રાજકોટના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદથી પાણી ભરાયા હતા. ગોંડલથી અમરેલી-બગસરાનો માર્ગ બંધ થયો હતો. ગોંડલ નજીક કોઝ-વે પણ પાણીમાં જતો રહ્યો હતો. મેતા ખંભાળિયા, કેશવાળા, સાજડિયાળી, કમઢીયા, ખીલોરી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

 

અમરેલીમા બાબરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ચરખામાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. તો ચમાંરડી રોડના કોઝ વે પર નાળાના પાણી ફરી વળ્યાં હતા

(9:35 pm IST)