Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

દ્વારકાના કુંરગામા ખેડૂતોને અન્યાય થતા લોહીની સહી કરીને આવેદન

 ખંભાળીયા, તા. રર :  દ્વારકા તાલુકાના કુંરગા સ્થિત આવેલ આર એસ પી એલ દ્યડી કંપનીની સામે ખેડૂતોએ આજે ખંભાળિયા ખાતે અધિક કલેકટરને ખેડૂતોએ પોતાના લોહીની સહી દ્વારા આવેદન આપી ન્યાયની માંગ કરી હતી

ખંભાળિયા ખાતે અધિક કલેકટર ને કુરંગા ગામના જે લોકોની જમીન અંદર કંપનીની હદમાં આવેલી છે તે લોકો ખેડૂત આગેવાનો સાથે પોતાના લોહીની સહીથી આવેદન આપવા પહોંચ્યા હતા રાજમાર્ગ અને ખેડુતોને ખેતરે જવાના રસ્તા તો હતાજ નહી ખેતરની ફરતે કમ્પનીએ દિવાલ કરી નાખી છે તો બીજી તરફ દૂષિત પાણીની કેનાલ આવેલ છે તો ખેતર પર જવુ કયાંથી..? ખેતર થી ખેતર ને જોડતા કોઇ આંતરિક રસ્તો હતો જ નહી અમે ખેડુતોના ખાનગી માલિકીના એ ખેતર પર જોયું તો ખેતરની ચારે તરફ કાંટાની દિવાલ છે અનેઙ્ગ તેવી સ્થિતિ હતી રાજમાર્ગની તે પણ બંધ હાલતમા જોવા મળ્યો ત્યારે આ આંતરિક રસ્તા અને રાજમાર્ગ બંધ જેવી હાલતમાં હોઈ ખેડૂતો આખરે ખેતરમા કેમ પ્રવેશ કરવો આ સહિતની અનેેેક તકલીફ અધિક કલેકટર ને કહી હતી

મહેસુલ વિભાગના નિયમો મુજબ જૂના ગાડા માર્ગ અને રાજમાર્ગ એ અબાધીત હક્કૌ હોઈ છીનવી ના શકાય તો આખરે આ નિયમ અહીં કેમ લાગુ નથી પડતો.. અહીં ખેડૂત પાસે અગાવ નાઙ્ગ મામલતદાર એચ.એચ.પંજાબી વિરૂધ્ધ ૨૦ લાખનીઙ્ગ લાંચ માંગવામાં આવી હતી જે મામલે પણ ખેડુતોએઙ્ગ એ.સી.બી ને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અહી આ સમગ્ર મામલો કયાક મુખ્યમંત્રી વિજય રૂપાણી ના એ વાકયોને સાચા પાડે છે જેમા તેમણે મહેસુલ વિભાગમા વ્યાપક ભ્રષ્ટાચારની કબૂલાત નિખાલસ પણે કરી હતી ખેડૂતોની અલગ અલગઙ્ગ અનેક ફરિયાદો આર. એસ. પી. એલ દ્યડી કંપની વિરુદ્ઘ મામલતદાર , કલેકટર, એ. સી. બી, પ્રદુષણ બોર્ડ સહિત અનેક કચેરીમાં રજૂઆતો ધૂળ ખાઈ રહી છે  આર. એસ. પી. એલ કંપની જયારે કુરંગા જેવા વિસ્તારમા આવી ત્યારે લોકોને રોજગારી અને વિકાસની આશા હતી પરંતુ કંપનીએ સસ્તા ભાવે જમીન ખરીદી જાણે સ્થાનિક મુકત કંપની કરી દીધી હોઈ કોઈ સ્થાનિક લોકોને નોકરી આપવામા આવતી નથી કંપનીએ ખેડૂતોને આપેલ તમામ વચનો તોડી ખેડૂતોને યેનકેન પ્રકારે પરેશાન કરી રહી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહયા છે અને આજે લોહીની સહી દ્વારા આવેદન આપી અનોખી રીતે તંત્રને મેસેજ આપ્યો કે ખેડૂતોના લોહી ચૂસનારી આ કંપનીઓ સામે કાર્યવાહી કરો નહીંતર આગામી દિવસોમાં ખેડૂતોને આત્મવિલોપન કરવા મજબૂર થવું પડશે તેમ આવેદન પત્રમાં જણાવ્યું હતું.

(1:35 pm IST)