Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પોરબંદર તા.પં.ની એક અને કુતિયાણા તા.પં.ની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ પર.૦૯ ટકા મતદાન

આવતીકાલે મતગણતરી : રસાકસી બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા

કુતિયાણા, તા. રર : પોરબંદર તાલુકા પંચાયતની એક અને કુતિયાણા તા.પં.ની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ પર.૦૯ ટકા રસાકસી બાદ ભાજપ અને કોંગ્રેસ જીતના દાવા કરી રહેલ છે.

સૌથી વધુ મતદાન કુતિયાણાની કડેગી બેઠક પર ૬૪.૮ ટકા અને સૌથી ઓછુ મતદાન સિંધપુર બેઠક પર ૪૧.૪ ટકા નોંધાયું છે.

પોરબંદર તાલુકાની રાતીયા બેઠક તથા કુતિયાણા તાલુકાની ચૌટા દેવડા, કડેગી, ખાગેશ્રી-ર, કોટડા, મહોબતપરા, રોધડા અને સિંધપુર બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં પોરબંદરની રાતીયા બેઠકમાં કુલ મતદારો મતદારો ર૭૮૯ પુરૂષ અને રપ૮ર સ્ત્રી મળી કુલ પ૩૭ર છે જેમાંથી ૧ર૪૧ સ્ત્રીઓ અને ૧૬૭૯ પુરૂષોએ મતદાન કરતા પ૪.૩૬ ટકા મતદાન નોંધાયું હતું.

કુતિયાણા તાલુકામાં ખાગેશ્રી-રમાં મતદારોની સંખ્યા ૧૪૦ર પુરૂષ અને ૧ર૮૪ સ્ત્રી મળી કુલ ર૬૮૬ છે જેમાંથી ૪૯૯ સ્ત્રીઓ અને ૭૭૯ પુરૂષોએ મતદાન કરતા ૪૭.૬ ટકા મતદાન નોંધાયું છે, જયારે કોટડા બેઠક પર મતદારોની સંખ્યા ર૩૯૧ પુરૂષ અને રર૭૯ સ્ત્રી મળી કુલ ૪૬૭૦ છે જેમાંથી ૧૪પર પુરૂષો અને ૧૦૩૪ સ્ત્રીઓએ મતદાન કરતા પ૩.ર ટકા મતદાન નોંધાયું છે.

ચૌટા બેઠક પર ર૦૭૪ પુરૂષ અને ૧૯૦૯ મહિલા મળી કુલ મતદારો ૩૯૮૩ છે જેમાંથી ૭૩પ સ્ત્રીઓ અને ૧૧૮૦ પુરૂષોએ મતદાન કરતા ૪૮.૧ ટકા મતદાન નોંધાયું છે. જયારે દેવડા બેઠક પર ૧૪૪૩ પુરૂષ અને ૧રપપ સ્ત્રીઓ મળી કુલ મતદાર ર૬૯૮ છે જેમાંથી ૬૯ર સ્ત્રીઓ અને ૯૧૪ પુરૂષોએ મતદાન કરતા પ૯.પ ટકા મતદાન નોંધાયું છે. કડેગી ગામે ૧૩૩૧ પુરૂષ અને ૧ર૪૧ સ્ત્રી મળી રપ૭ર મતદારો છે જેમાંથી ૭૦૭ સ્ત્રીઓ અને ૯૬૦ પુરૂષોએ મતદાન કરતા ૬૪.૮ ટકા મતદાન નોંધાયું છે. મત ગણતરી કાલે ર૩મીએ તાલુકાની મામલતદાર કચેરી ખાતે થશે.

(1:34 pm IST)