Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જુનાગઢ જિલ્લામાં બે દિવસની મેઘ મહેર બાદ ત્રીજા દિવસે વરાય

મુરઝાતી મોલાત પર કાચુ સોનુ વરસતા ખેડુતો ખુશખુશાલ

જુનાગઢ તા.૨૨: જુનાગઢ જિલ્લામાં બે દિવસની મેઘ મહેર બાદ આજે ત્રીજા દિવસે સવારથી વરાય નીકળી છે મુરઝાતી મોલાત પર કાચુ સોનુ વરસતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા છે.

વાયુ વાવાઝોડાની અસરથી થયેલા વરસાદ બાદ છેલ્લા પોણા બે મહિનાથી વરસાદ ખેંચાતા ધરતી યુગોમાં ચિંતા વ્યાપી ગઇ હતી પરંતુ આખરે શનીવારે મેઘસવારી આવી પહોંચી હતી અને રવિવારે પણ રજા રાખ્યા વગર મેઘરાજાએ ઓરડ ઉપર હોય વરસાવ્યુ હતુ.ગઇકાલે સાંજથી વરસાદને બ્રેક લાગી ગઇ હતી. રાત્રે પણ મેઘાએ આરામ ફરમાવ્યો હતો. સવારે પુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં ૩૦૧ મીમી (૧૨ઇંચ) વરસાદ નોંધાયો હતો.જેમાં ભેસાણ ખાતે પર (૧૭૦)મીમી, જુનાગઢ ૩૦ (૧૮૫), કિશોર-૨૭ (૧૯૧),માળીયા હાટીના-૨૦, માણાવદર ૧૮(૧૫૯)મીમી, માંગરોળ-૧૨(૧૮૦), મેંદરડા-૧૫ (૩૨૬), વંથલી-૨૭ (૨૧૫) અને વિસાવદર તાલુકામાં ૭૦(૩૩૫)મીમી વરસાદ થયો હતો.આમ જિલ્લાના તમામે તમામ ૯ તાલુકામાં મેઘકૃપા થતા જળાશયો તળાવોમાં તથા નીર ઠલવાયા છે.આજે સવારથી સોરડભરમાં વરસાદનો વિરામ રહ્યો છે. આજના પ્રારંભિક ૬ થી ૮ના બે કલાકના કર્ર્યાય નોંધપાત્ર વરસાદના વાવડ તથી સવારે સુર્યનારાયણે પણ દર્શન આપ્યા હતા.જુનાગઢનુ સવારનું લઘુતમ તાપમાની ૨૫.૫ ડિગ્રી, વાતાવરણમાં તેજ ૯૧ ટકા અને પવનની ગતિ ૨.૩ કિમીની રહી હતી.

(12:02 pm IST)