Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ખાતે ગૌ સેવા સંવર્ધન પરીસંવાદ, ગોવંશ તંદુરસ્તી હરિફાઇ

તસ્વીરમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગીર-ગાયની ગૌશાળામાં ગાયોએ આસરો લીધો છે તે નજરે પડે છે (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

 

પ્રભાસ પાટણ, તા. રર : સોમનાથ મુકામે શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા દ્વારા ગૌસેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઇનું  ર૭-ર૮/૭/૧૯ના રોજ આયોજન સવારે ૯થી પ-૩૦ સુધી સ્થળ સોમનાથ ગૌશાળા તથા રામજી મંદિર ખાતે કરેલ છે.

આ કાર્યક્રમના પ્રમુખ કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રી પરસોતમભાઇ રૂપાલા, મુખ્ય મહેમાન રાષ્ટ્રીય કામધેનુ ગૌસેવા આયોજનના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા હશે.

આ કાર્યક્રમમાં એક દિવસ ગૌ સેવા સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદનું આયોજન કરેલ છે જેમાં ગીર-ગાયની ઉત્પતિ અને મહત્વ, ગીર ગાયનું સંવર્ધન, ખેતીમાં ગીર ગાયનું મહત્વ, ગીર-ગાયનું દૂધ, છાણ, ગૌમુત્ર અને પેદાઓનું મહત્વ, ઉપયોગીતા, ગીર-વાય આજીવિકાનું સાધન વગેરે વિષયો પર તજજ્ઞો અનુભવી નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે તેમજ બીજા દિવસે ગૌવંશ તદુરસ્તી હરિફાઇ રાખવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં સહભાગી થવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

આ કાર્યક્રમના નિમંત્રક સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, ટ્રસ્ટના સલાહકાર યશોધરભાઇ ભટ્ટ, ટ્રસ્ટી-સેક્રેટરી પી.કે. લહેરી, સલાહકાર-સોમનાથ ટ્રસ્ટ ભાવેશભાઇ વેકરીયા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા છે.

(10:01 am IST)