News of Tuesday, 22nd May 2018

વેરાવળના આજોઠામાં સમૂહલગ્ન

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના આજોઠા ગામે શેડયુલકાસ્ટ સર્વોદય સોસાયટી દ્વારા ૧૫મો સમૂહલગ્નોત્સવ યોજાયેલ જેમાં ૨૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડેલા કાર્યક્રમની શરૂઆત ઝાંઝરડાના મહંત અને સાંસદ શ્રી શંભુનાથ મહારાજે દિપપ્રાગટયથી લગ્નઉત્સવની શરૂઆત કરેલ હતી. શંભુનાથ મહારાજ અને વણવદન બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવેલ તેમજ મહેમાનોને પુષ્પગુચ્છ અર્ર્પિને સન્માન કરેલ સંસ્થાના પ્રમુખ ભગવાનભાઇ સોલંકીએ સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે, ખોટા ખર્ચાઓથી બચાવ થાય તેવી નમ્ર અપીલ કરેલ શંભુનાથ મહારાજે નવદંપતિને આર્શિવાદ આપ્યા હતા, ધારાસભ્ય મોહનભાઇ વાળા એ વૈવાહિક જીવન સુખી અને સમૃધ્ધિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમૂહલગ્ન અખિલ,  બીપીનભાઇ સોલંકી, ખીમજીભાઇ ચાવડા, આજણભાઇ પરમાર, ઉગાભાઇ પરમાર, ભરતભાઇ પરમાર, વીરાભાઇ ભજગોતર, વિનયભાઇ રાઠોડ, ડાયાભાઇ કાથડ અને પરસોતમ ભાઇ સોલંકી દ્વારા કન્યાઓને જુદી-જુદી વસ્તુઓ ભેટ આપવામાં આવેલ. સમૂહલગ્ન સમારંભની તસ્વીરો

(12:11 pm IST)
  • જામિયા મિલિયા ઇસ્લામિયાની સત્તાવાર વેબસાઈટ આખો દિવસ હેક રહ્યાં બાદ પૂજાએ લખ્યું ''સોરી આઈ હેવ બોયફ્રેન્ડ '' : હેકરે આખું હોમપેઝ કાળું કરી નાખ્યું હતું અને તેના પર ''હેપ્પી બર્થડે પૂજા ''લખી નાખ્યું હતું :સ્ક્રીનની નીચે લાલા રંગમાં નાના અક્ષરે લખ્યું ' યોર લવ ' :આ વખતે પૂજા દ્વારા મેસેજ લકહાયો 'સોરી ' આઈ હેવ બોયફ્રેન્ડ'' access_time 1:24 am IST

  • નિપાહ વાઇરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ : સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયોઃ તબીબો સહિત જીલ્લા કલેકટરને અપાઇ સુચનાઃ ગુજરાતમાં રોગને ન પ્રવેશવા દેવા હાથ ધરાઇ કવાયત access_time 3:11 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસની સાયકલ રેલી :દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અજય માકનના નેતુત્વમાં સાયકલ રેલી માનસિંહ રોડથી શરુ થઈને ઇન્ડિયા ગેટ પર પૂર્ણ :રેલીમાં કોંગ્રેસી નેતાઓ,કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા :રેલી દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ જોરદાર સુત્રોચાર access_time 1:13 am IST