Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઉનાના વાંગધ્રાનો તસ્‍કર ઝડપાયો

અમરેલી : એલ.સી.બી. પો. ઇન્‍સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ રાજુલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંંગ દરમ્‍યાન ચોરીના મોટર સાયકલ સાથે રોહતી માલાભાઇ બાંભણીયા (ઉ.વ.પર) રહે. વાંગધ્રા, તા. ખાંભાને પકડી  મોટર સાયકલ જીજે-૦પ-બીકયુ-૩૮૩૦, કિ. રૂા. ૧ર,૦૦૦/- કબ્‍જે કરેલ છે. આ મોટર સાયકલ આશરે બે મહિના પહેલા ઉના તાલુકાના રામેશ્વર ગામે ખોડીયાર આશ્રમથી ચોરી કરેલાની કબુલાત આપેલ હોય, જે અંગે ખાત્રી કરતા આ અંગે ઉના પોલીસ સ્‍ટેશનમાં ઇ.એફ.આઇ. આર. રજીસ્‍ટર થયેલ હોય, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ. પટેલ તથા પો. સ.ઇ. એમ.બી. ગોહિલ તથા પો. સ.ઇ. એમ.ડી. સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો. કોન્‍સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

(1:35 pm IST)