Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને સાંજે નવસારીમાં શ્રીરામકથાનો પ્રારંભ

ચૈત્રી નવરાત્રી નિમિતે ૯ દિવસમાં શ્રી રામનામના નાદ સાથે ભકિતભાવનો માહોલ છવાશે

રાજકોટ તા.રર : પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને આજથી નવસારીના લુન્‍સકુઇ ગ્રાઉન્‍ડ ખાતે શ્રીરામકથાનો પ્રારંભ થશે આજે સાંજે ૪ વાગ્‍યાથી સાંજના ૭ વાગ્‍યા સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવશે જયારે તા.ર૩ થી ૩૦ માર્ચ સુધી દરરોજ સવારે ૧૦ થી બપોરના ૧-૩૦ વાગ્‍યા સધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવશે.

નવસારી પંથકમાં તા. રર થી ૩૦ માર્ચ દરમિયાન યોજાનાર કથાકાર શ્રીમોરારીબાપુની રામ કથાને આવકારવા પુર જોશમાં તૈયારીઓ થઇ રહી છે. રમત ગમતનું પ્રસિધ્‍ધ મેદાન લુન્‍સી કુઇમાં વોટર પ્રુફ કથા મંડપને આખરી ઓપ અપાયો છે. બાપુએ અગાઉની કથા ૧૯૮૩, ૧૯૮૮ અને ર૦૦૯માં આજ મેદાન ઉપર યોજાઇ હતી ૧૯૯૭માં મુક બધિર વિદ્યાલય કછોલી તા.ગણદેવ અને ર૦૦૪માં દાંડી ખાતે રામકથા કરી હતી. આ બધી રામકથા સેવાકીય પ્રવૃત્તિ અને જરૂરિયાત મંદોના લાભાર્થે હતી.

તા.રર માર્ચથી શરૂ થનારી આ રામકથાનો હેતુ ધર્મ-સંસ્‍કૃતિ તથા સમાજના વિશાળ વિકાસના પરિપ્રેક્ષમાં છે નવસારી પંથકના ઉદાર સમાવતી નગરની અનેક સંસ્‍થાઓ, નગરપાલિકા, ઉદ્યોગ જગત સાથે સંકડાયેલા પ્રેમચંદ લાલવાણી પરિવારે યોજી છે જેમાં કોઇપણ પાસે ફંડ ફાળાની અપીલ નથી સદ્દગત માતુશ્રી કૌશલ્‍યાબેન પરભુમલ લાલવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત આ કથા છે કોઇ સંસ્‍થાના લાભાર્થે નથી. ઐતિહાસીક દાંડીકુચ માર્ગ નવસારી, વિજલપોર માર્ગ ઉપર મૂક બધિર દિવ્‍યાંગ બાળકો માટે ધો. ૧ થી ૧ર માટે નિવાસી શાળા જે વિદ્યાલયની શિલારોપણ વિધિ ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી વી.વી.ગૌવરીના હસ્‍તે તા.ર૧ જુન-૧૯૭૧ ના દિને થઇ આ સંકુલને અર્ધ શતાબ્‍દી મોહત્‍સવનો પ્રારંભ પૂ. શ્રીમોરારીબાપુના સાન્નિધ્‍યમાં તા.ર૬ને રવિવારે થશે. શિક્ષણ યુનિવર્સિટીની સંસ્‍થામાં આજે પાંચ સંસ્‍થાઓ મળી કુલ ૭૪૪ દિવ્‍યાંગ બાળકો શિક્ષણ લઇ રહ્યા છે.

(1:49 pm IST)