Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કરલા અને પાળીયાદમાં ૧૭ પત્તાપ્રેમી ઝડપાઇ ગયા

ભાવનગર,તા. ૨૨: મોટા ખુટવડા પોલીસ કાફલો ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કરલા ગામમાં રહેતો ભુપત બાઘાભાઈ કાછડ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલના નાણાં ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીના આધારે મોટા દરોડો પાડી જુગાર રમતા નટુ આલકુભાઈ કોટીલા રહે. રાજુલા, વીરા ખોડાભાઈ આલ રહે. ઠવી તા. સાવરકુંડલા, આસિફ મહંમદભાઈ પઠાણ રહે. ખાટસુરા તા. મહુવા, રમેશ કાળાભાઈ ઝાલા રહે.વાસીયાળી તા સાવરકુંડલા, રફીક અલારખભાઈ ગાહા રહે. ડુંગર તા. રાજુલા, ભુપત બાઘાભાઈ કાછડ રહે. કરલા અને ઈસ્‍માઈલ દાદુભાઇ ગાહા રહે. મોટા આસરણા તા. મહુવા વાળાને રોકડા રૂ. ૧,૪૦,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.

ખૂટવડા પોલીસે રોકડ રકમ ઉપરાંત ૭ મોબાઈલ,એક કાર,એક બાઈક મળી કુલ રૂ.૫,૫૫,૫૦૦ નો મુદ્દામાલ હસ્‍તગત કરી તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમ ૪,૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વેળાવદર ભાલ પોલીસ કાફલો ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાળીયાદ ગામમાં આવેલ રામાપીરના મંદિર નજીક બાવળની ઘાટમાં પૈસા પાના વડે તીનપત્તીનો નો હારજીતનો જુગાર રમતા નરેશ ઉર્ફે ઘુઘા કનુભાઈ મેર, ગોકુળ ગોરધનભાઈ લકુમ, નરેશ રમેશભાઈ ડાભી, પ્રવીણ ખીમજીભાઇ બારૈયા, દિલીપ શાંતિભાઈ ખોખાણી, હકી ધનાભાઈ સોલંકી, લક્ષ્મણ ઘુસાભાઈ ડાભી, જીવરાજ મનજીભાઈ ચુડાસમા, ઘનશ્‍યામ કરમશીભાઈ ડાભી અને ભોળા સવજીભાઈ મેરને રોકડા રૂ. ૫૧,૫૮૦ સાથે ઝડપી લીધા હતા.

(11:33 am IST)