Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ચૈત્ર માસના નોરતામાં પરોઢે ૪:૩૦ નાં ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની મંગળા આરતી

તા. ૨૯ ને અષ્ટમીનાં દિવસે મહંત પરિવાર દ્વારા હવન યોજાશે

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા., ૨૨: ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે રાજ્‍યનાં પ્રસિદ્ધ યાત્રાધામ એવા ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ઉપર ચૈત્રી નવરાત્રી આજથી ઉજવાઇ રહી છે.

માઈ ભક્‍તો અને માતાજીનાં ઉપાસકો માટે આમતો ચૈત્ર માસ ના નોરતા એટલે ગુપ્ત નવરાત્રી મનાય છે ભાવિકો આ નવરાત્રીમાં કુળદેવીની આરાધના કરતા હોય છે  લાખો લોકોનાં કુળ દેવી એવા ચામુડા માતાજી ચોટીલા ખાતે મોટી સંખ્‍યામાં માતાજીનાં ભાવિકો દર્શનાર્થે આવશે ચૈત્રી નવરાત્રી દરમ્‍યાન ડુંગરનાં પગથિયાનાં દ્વાર પરોઢે ચાર કંલાકે ખુલશે તેમજ સવારની આરતી ડુંગર ઉપર ૪:૩૦ ના કરવામાં આવશે સાંજની સુર્યાસ્‍ત સમયે થશે તેમજ તા. ૨૯ ને બુધવાર નાં અષ્ટમીનો યજ્ઞ (હવન) મહંત પરિવારના સદસ્‍યો દ્વારા ડુંગર ઉપર કરવામાં આવશે અને સાંજે ચાર કલાકે બીડું હોમાશે તેમ ડુંગર ટ્રસ્‍ટ મહંત પરિવારના સચિનગીરીએ જણાવ્‍યું છે

નવ દિવસ દરમ્‍યાન માતાજીને ભાવિકો દ્વારા નોંધાયેલ શણગાર સાથે દરરોજ અલગ અલગ વષાો અને અલંકારો નો શણગાર કરવામાં આવશે

નવ દિવસ દરમ્‍યાન કેટલાક ભાવિકો સંઘ સાથે પણ આવતા હોય છે એક અંદાજ મુજબ ચૈત્ર માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી મનાય છે પરંતું આ દિવસો દરમ્‍યાન કુળદેવીનાં દર્શનાર્થે લાખો ભાવિકો ચોટીલા ખાતે દર્શને આવતા હોય છે.

(11:05 am IST)