Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

હળવદમાં ફ્રેન્‍ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘર તેમજ પીવાના પાણીનું વિતરણ

હળવદ :  વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિઓને બચાવવા જે અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે તે અંતર્ગત આ યુવાનો દ્વારા ૫,૦૦૦ નંગ ચકલી ઘર તેમજ ૫૦૦૦ નંગ પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ૧,૦૦૦ થી વધુ ચણ ના પેકેટ નો ફ્રેન્‍ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા  હળવદમા નિશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું આ યુવાનો દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા છેલ્લા સાત વર્ષની અંદર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં યુવાનો દ્વારા લોકો પાસેથી દાન ફાળો એકત્રિત કરી આ કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે પણ ચકલી ઘરના એકમાત્રદાતા રસિકભાઈ પટેલ તેમજ વાલજીભાઈ ધરમશી ભાઈ પટેલ રહ્યા હતા તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અનેક નામિ અનામી દાતાઓના સહયોગથી લોકોના સહકારથી સફળતાપૂર્વક ૧૦,૦૦૦ થી વધુ કુલ ચકલી ઘર તેમજ પાણીના કુંડા નું નિશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું જે કાર્યક્રમમાં ફ્રેન્‍ડશીપ આ ગ્રુપના આગેવાનો સભ્‍યો સહિતનાઓએ હાજરી આપી હતી.(તસ્‍વીર-અહેવાલ : હરીશ રબારી હળવદ)

(10:08 am IST)