Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ

રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો : ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું

અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 રાજુલાના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું છે.તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.જેને લઇ ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે

   
(12:09 am IST)