Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમરેલી જીલ્લાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો બરતરફ બુટલેગરો સાથે સાંઠગાઠ: તપાસ બાદ આકરી કાર્યવાહી

અલગ-અલગ પોલીસ મથકોમાં ફરજ પર બજાવતા ત્રણેય પોલીસ કર્મીઓને ડિસમિસ કરતા અમરેલીના એસ.પી નિરલિપ્ત રાય

અમરેલી જિલ્લામાં એસપી તરીકે નિર્લિપ્ત રાયએ આકરી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે ,પોલીસમાં ફરજ બજાવતા ત્રણ  પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર્સ સાથે સંકળાયેલા છે તેવી માહિતીને આધારે શરૂ થયેલી તપાસને અંતે ત્રણેય કોન્સટેબલ્સ વિરુદ્ધ મળેલા પુરાવાને આધારે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે આ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ આપ્યો છે.

 અમરેલીમાં બે વર્ષ પહેલા નિર્લિપ્ત રાયને અહીં એસપી તરીકે મુક્યા પછી ગુનેગારોને નાથવાની સાથે પોલીસમાં રહેલા ખાખી વર્દીધારી ગુનેગારોને પણ નસીયત કરવાની શરૂઆત કરી હતી. તેમને આ દરમિયાન જાણકારી મળી કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પણ લીસ્ટેડ બુટલેગર્સ સાથે સાંઠગાંઠ ધરાવે છે. જેના પગલે તેમણે તપાસનો આદેશ આપતા અમરેલીના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બુટલેગર સાથે સંકળાયેલા હોવાના પુરાવા તેમને મળતાં તેમણે ત્રણ પોલીસ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ કર્યો છે

(12:53 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ઉપર ચડાવવા માટે ચાદર મોકલી : ખ્વાજા મોઇનુદીન ચિસ્તીના 808 માં ઉર્ષ પ્રસંગે લઘુમતી પ્રતિનિધિ મંડળ દ્વારા આ ચાદર ચડાવાશે access_time 8:28 pm IST

  • CAA-NRC- કાશ્મીરની પણ ચર્ચા કરી શકે છે ટ્રમ્પ : અમેરિકી અધિકારીઓએ આપ્યો નિર્દેશ access_time 11:29 am IST

  • ટ્રમ્પની ભારતયાત્રા પહેલા કાશ્મીર ખીણમાં હાઈએલર્ટ : ૨૦૦થી વધુ આતંકીઓ સક્રિય : અમેરિકી રાષ્ટ્રપતિની હાજરી સમયે જ કાશ્મીરમાં મોટી આતંકવાદી ઘટના સર્જવા આતંકીઓ સજ્જન હોવાના અહેવાલો : જો કે સુરક્ષા દળોનો ભારે કડક બંદોબસ્તને લીધે આતંકીઓનો મનસુબો સફળ થતો નથી : એજન્સીઓના આ અહેવાલના પગલે કાશ્મીરમાં પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે અને ઈન્ટરનેટ ઉપરનો સંપૂર્ણ પ્રતિબંધ આ જ કારણોસર હટાવવામાં આવ્યો નથી તેમ મનાય છે access_time 11:29 am IST