સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd February 2020

અમરેલી જીલ્લાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો બરતરફ બુટલેગરો સાથે સાંઠગાઠ: તપાસ બાદ આકરી કાર્યવાહી

અલગ-અલગ પોલીસ મથકોમાં ફરજ પર બજાવતા ત્રણેય પોલીસ કર્મીઓને ડિસમિસ કરતા અમરેલીના એસ.પી નિરલિપ્ત રાય

અમરેલી જિલ્લામાં એસપી તરીકે નિર્લિપ્ત રાયએ આકરી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે ,પોલીસમાં ફરજ બજાવતા ત્રણ  પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર્સ સાથે સંકળાયેલા છે તેવી માહિતીને આધારે શરૂ થયેલી તપાસને અંતે ત્રણેય કોન્સટેબલ્સ વિરુદ્ધ મળેલા પુરાવાને આધારે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે આ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ આપ્યો છે.

 અમરેલીમાં બે વર્ષ પહેલા નિર્લિપ્ત રાયને અહીં એસપી તરીકે મુક્યા પછી ગુનેગારોને નાથવાની સાથે પોલીસમાં રહેલા ખાખી વર્દીધારી ગુનેગારોને પણ નસીયત કરવાની શરૂઆત કરી હતી. તેમને આ દરમિયાન જાણકારી મળી કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પણ લીસ્ટેડ બુટલેગર્સ સાથે સાંઠગાંઠ ધરાવે છે. જેના પગલે તેમણે તપાસનો આદેશ આપતા અમરેલીના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બુટલેગર સાથે સંકળાયેલા હોવાના પુરાવા તેમને મળતાં તેમણે ત્રણ પોલીસ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ કર્યો છે

(12:53 am IST)