Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પ્રભાસ પાટણઃ ઉદ્યોગોના કેમીકલ્સને ડીપ-સીમાં છોડવાનો પ્રોજેકટ રદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

પ્રભાસ પાટણ તા. ર૦ :.. ઉદ્યોગોના નીકળતા ગંદા અને કેમીકલયુકત પાણીને દરિયામાં નિકાલ કરવાનો ડીપ-એફલુઅન્ટ પ્રોજેકટને રદ કરવા વેરાવળના ભીડીયા કોળી સયુકત માચ્છીમાર બોટ એસો. પ્રમુખ લક્ષ્મીકાંતભાઇ સોલંકીએ મુખ્યમંત્રી સહિત લાગતા વળગતાને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવેલ ગુજરાત સરકારનાં ઉદ્યોગો અને ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ રાજય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા અને જેતપુર ખાતેના ઉદ્યોગોના નીકળતા ગંદા પાણીનું શુધ્ધિકરણ કરી દરીયાના ઉંડા પાણીમાં નિકાલ કરવા ડીપ-સી એફલુ અન્ય ડિસ્પોઝલ પ્રોજેકટને કુલ રર૭પ કરોડની વહીવટી મંજૂરી પણ આપવામાં આવેલ છે અને લાખો - કરોડો લીટર પાણીનું શુધ્ધિકરણ કરીને દરીયામાં ઠાલવવામાં આવશે, કરોડોનો ખર્ચ કર્યા પછી મળનારૂ શુધ્ધ પાણી ઉંડા દરીયામાં છોડવાનું કારણ સમજાતુ નથી.

આ પાણી આજ પાણી ખેતી, ઉદ્યોગ અને ઘર વપરાશ માટે વાપરી શકાય છે. અને આ રીતે આ શુધ્ધ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો કરોડો રૂપીયાનો ખર્ચે લેખે લાગે પરંતુ આ શુધ્ધ પાણી દરીયામાં છોડવાનો શુ મતલબ એ મોટો પ્રશ્ન છે.

શુધ્ધિકરણના નામે ગંદા અને કેમીકલ યુકત પાણી દરીયામાં ઠાલવવામાં આવશે તો દરીયાની જીવશ્રૃષ્ઠી નાશ પામશે અને લાખો માચ્છીમાર પરીવાર બે રોજગાર બનશે.

બ્લુરિવોલ્યુશન જેવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે અને બીજી બાજુ દરીયાની જીવશ્રૃષ્ઠી નાશ પામે તેવી ડીપ સીએફલુયન્ટ ડીસ્પોઝલ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છ. સી ફુડઝની વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે. પરંતુ આ યોજનાથી માચ્છીમારો બરબાદ થઇ જશે જેથી આ યોજના તાત્કાલીક બંધ કરવા વેરાવળનાં ભીડીયા (બંદર)ના બોટ એસો.નાં પ્રમુખ લક્ષ્મીકાંતભાઇ સોલંકીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતમાં જણાવેલ છે.

(11:52 am IST)