Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બુધવારે મોરબીમાં પ્રદેશ કિશાન કોંગ્રેસ રેલી: ખેડૂતોના વિવિધ પ્રશ્ને તંત્રને આવેદન આપશે

મોરબી : ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ દ્વારા તા. ૨૩ ને બુધવારે મોરબી ખાતે રેલી યોજી જીલ્લા પંચાયત કચેરીએ ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે

   ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા મુજબ  બુધવારે મોરબી જીલ્લાના ખેડૂતોને સાથે રાખીને બપોરે 3 કલાકે રેલી યોજાશે જે રેલી ગાંધી ચોકથી શરુ કરીને જીલ્લા પંચાયત કચેરી ખાતે પૂર્ણ થશે જ્યાં કૃષિ અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરાશે

  રેલી ગાંધીચોકથી વિજય ટોકીઝ, ડો. તખ્તસિંહજી રોડ, સુપરટોકીઝ અને સ્ટેશન રોડ થઈને જીલ્લા પંચાયત કચેરી પહોંચશે

(1:14 am IST)