Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જુનાગઢમાં ઇંગ્લીશ દારૂ અને જાહેરમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા

નવનિયુકત પી.આઇ. કે.કે. ઝાલાનો સપાટો

જુનાગઢ તા ૨૧ :  જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો તથા વિદેશી દારૂમાં ૧ શખ્સની એ ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સોૈરભ સિંઘની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા સા. તથા એ. ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ઝાલા સા. ના માર્ગદર્શન હેઠળ ''એ'' ડીવી. પો.સ્ટે.માં પ્રોહી. ડ્રાઇવ સબબ 'એ' ડીવી. પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. ડી.જી. બડવા સા. તથા પો. હેડ કોન્સ. વિક્રમસિંહ ખમરાભાઇ તથા પો.કોન્સ. સુભાાષભાઇ, ધીરૂભાઇ તથા ભુપતસિંહ, ડોલરસિંહ તથા અનકભાઇ ભીખુભાઇ તથા દિનેશભાઇ રામભાઇ વિગેરે માણસો એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં દરોડા કરતા જુનાગઢ ફુલીયા હનુમાન રોડ વિસ્તારમાં રહેતા વિપુલ ઉર્ફે પપ્પુ પ્રતાપભાઇ સોલંકી ઘરેથી વિદેશી દારૂ બોટલ નંગ-૧૫ કિ.રૂા૩૪૦૦ ના મુદામાલ તથા(ર) જુનાગઢ દોલતપરા આંબેડકરનગર ચોક પાસે ખુલ્લામાં ઘોડી પાસાનો જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરતા (૧) અમીન હારૂનભાઇ ચોપડા જાતે પીંજારા (ઉ.વ.૨૯) રહે. જુનાગઢ, દોલતપરા, ગેબનશાપીરની દરગાહ પાસે તથા (ર) એજાજ હબીબભાઇ ધાનાણી, જાતે મેમણ (ઉ.વ.૨૦), રહે. જુનાગઢ દોલતપરા રામંદિર ચોરા પાસે, તથા (૩) સંજય ગોવિંદભાઇ સોલંકી જાતે વણકર (ઉ.વ.૩૧), રહે. જુનાગઢ દોલતપરા ઇન્દ્રેશ્વર રોડ, તથા (૪) વિનોદ ગોવિંદભાઇ સાગઠીયા, જાતે દલીત, (ઉ.વ.૩૬) રહે. જેનાગ઼ દોલતપરા ઇન્દ્રેશ્વર રોડ તથા (પ) પારસભાઇ માધાભાઇ સાગઠીયા, જાતે દલીત, (ઉ.વ. ૩૨) રહે. જુનાગઢ લન્દ્રેશ્વર રોડ, વાળાઓ પાસેથી રોકડા રૂપીયા ૪૪૮૦/- તથા ઘોડી પાસા નંગ-ર કિ.રૂા૦૦/- મળી કુલ રૂા ૪૪૮૦/- ના મુદામાલ તથા (૩) જુનાગઢ ધરાનગર આંબેડકર ભવન સામે શેરી નં.-૩ પંકજભાઇની ઘંટીની બાજુમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરતા (૧) પ્રવીણ ભગવાનભાઇ બાબરીયા, જાતે દલીત,(ઉ.વ.૩૫) રહે. જુનાગઢ ધરાનગર કબુતરીખાણ પાસે તથા (ર) મહેશ નાગજીભાઇ પારધી, જાતે ખલીત, (ઉ.વ.૩૦) રહે. જુનાગઢ ધરાનગર શેરી નં-૩ તથા (૩) ભરતભાઇ પીઠાભાઇ મકવાણા, જાતે દલીત, (ઉ.વ.૩૦), રહે. જુનાગઢ, ધરાનગર હનુમાન ચોક પાસે તથા (૪) સચીન ધનાભાઇ પારધી, જાતે દલીત, (ઉ.વ.૩૨) રહે. જુનાગઢ ધરાનગર સરકારી દવાખાના પાસે, વાળાપાસેથી રોકડા રૂા૬૭૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂા૦૦/- ના તથા પાથરણ કિ.રૂા૦૦/- તથા  અંગઝડતીના મોબાઇલ નંગ-૩, કિ.રૂા ૨૦૦૦/- ના મુદામાલ મળી કુલ રૂા ૧૬૫૮૦/- નો મુદામાલ કબજે કરી છે. તમામ વિરૂધ્ધ 'એ' ડીવી. પો.સ્ટે.માં ગુન્હાઓ રજી. કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:23 pm IST)