Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વંથલીનાં સોનારડી ગામે ખુનના ૯ આરોપીઓને બનાવ સ્થળેથી દબોચી લેતી જુનાગઢ જિલ્લા પોલીસ

જુનાગઢ તા.ર૧ : જુનાગઢ જિલ્લાના વંથલી તાબેના સોનારડી ગામે મરણ જનાર દિલાવરભાઇ ઉર્ર્ફ ડાડા મામદએ વિસેક દિવસ પહેલા ફરી.ના કાકાના દિકરા અજીમ કાસમ પલેજાએ આરોપી યુસુફ મુસા પલેજા કે જુનાગઢ તાબેના વિજાપુર ગામે શિક્ષક તરીકે નોકરી કરતા હોય તેની લાયકાત બાબતે આરટીઆઇ કરેલ હોય તેનો ખાર રાખીને અગાઉથી પુર્વયોજીત કાવતરૂ ઘડી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથીયારો ધારણ કરી મરણજનારના શરીરે છરી વડે આડેધડ ગંભીર  ઇજાઓ કરી મોત નીપજાવી તેમજ સાહેદ નદીમ જાફર અને અજીમ હાસમ બંન્નેને છરીઓ વડે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની કોશીષ કરી ફરી.ને ઢીકાપાટુનો મુંઢ માર મારી ભુંડી ગાળો કાઢી એક બીજાને મદદગારી કરી હથીયાર બંધીનો જાહેરનામાનો ભંગ કરી ગુનહો કર્યા બાબતનો બનાવ બનેલ. જે બનાવ બાબતે પોલીસ મહાનિરીક્ષકશ્રી જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ ાહેબના તરફથી બનાવના તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના  થયેલ હોય. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી કેશોદ વિભાગ, કેશોદના માર્ગદર્શન હેઠળ આર.કે. ગોહિલ ઇચા. પોલીસ ઇન્સ. ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ તથા શ્રી જે.એમ.વાળા ઇચા. પોલીસ ઇન્સ. એસ.ઓ.જી. જુનાગઢ તથા શ્રી એન.બી. ચૌહાણ પો. સબ. ઇન્સ. વંથલી પો. સ્ટે.નાઓની અલગ અલગ ત્રણ ટીમો બનાવી તાત્કાલીક ઘટના સ્થળેથી નીચે મુજબના આરોપીઓને દબોચી લઇ રાઉન્ડઅપ કરી પોલીસ હવાલે લીધેલ છે.

પોલીસે ઇબ્રાહીમ મુસાભાઇ પલેજા ગામેતી રહે. જુનાગઢ અજમેરી પાર્ક શેરી નં.૩, બ્લોક નં.૧ર૩, અસરફ મુસાભાઇ પલેજા ગામેતી ઉ.વ.૩પ રહે. સોનારડી તા. વંથલી, યનુસ મુસાભાઇ પલેજા ગામેતી ઉ.વ.૪૪ રહે. સોનારડી તા. વંથલી, અબ્બાહુસેન મુસાભાઇ પલેજા ગામેતી ઉ.વ.પ૦ રહે. જુનાગઢ સરદારબાગ પાછળ, મદીના પાર્ક સોસાયટી, હુશેન તૈયબભાઇ પલેજા ગામેતી ઉ.વ.૪૬ રહે. સોનારડી તા. વંથલી યુુસુફભાઇ નુરમહમદભાઇ પલેજા ગામેતી ઉ.વ.૪૪ રહે. સોનારડી તા. વંથલી, યુસુફ ઇસ્માઇલભાઇ પલેજા ગામેતી ઉ.વ.ર૭ રહે. સોનારડી તા. વંથલી, જુમ્મા ઇસ્માઇલભાઇ પલેજા ગામેતી ઉ.વ.૪૦ રહે. સોનારડી તા. વંથલી, સલીમ નુરમામદભાઇ પલેજા ગામેતી ઉ.વ.૩૬ રહે. સોનારડી તા. વંથલીને ઝડપી લીધેલ છે.

ઉપરોકત કામગીરીમાં આર.કે. ગોહિલ ઇચા. પો.ઇન્સ. ક્રાઇમ બ્રાંચ જુનાગઢ તથા ક્રાઇમ બ્રાન્ચ પો. સ્ટાફ તથા શ્રી જે.એમ.વાળા ઇચા. પો. ઇન્સ. એસ.ઓ.જી. જુનાગઢ તથા એસઓજી પો. સ્ટાફ તથા શ્રી એન.બી. ચૌહાણ પો. સબ ઇન્સ. વંથલી પો. સ્ટે. તથા વંથલી પો. સ્ટાફએ સાથે રહી કામગી કરવામાં આવેલ છે.

(1:23 pm IST)