Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ખંભાળીયાના કુવાડીયામાં ચા ની હોટેલે બેસવા મુદે આધેડ ઉપર હુમલો

 ખંભાળિયા તા.ર૧ : ખંભાળિયા તાબેના કુવાડીયા ગામે આવેલી ચા ની હોટલે બેસવાની ના કહી આધેડને માર માર્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં ફરીયાદી હરીભાઇ તુલસીભાઇ રાઠોડ (ઉ.વ.પ૦) રહે. ખંભાળિયાના આધેડ ફરીયાદમાં નોંધાવ્યું છે કે, તે કુવાડીયા ગામે આવેલી નવુભા દરબારની ચા ની હોટેલ બેસવા ગયા હોય ત્યારે નવુભા દરબારે હોટેલથી જતુ રહેવાનું કહેતા અહીં રોજ બેસવા આવુ છુ તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા વડે માર મારી ગાળો કાઢી ફેકચર જેવી ઇજા કરી હતી. પોલીસે ગુનો નોંધી નવુભા દરબારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા સબંધીને ત્યાં બેસવા આવ્યાને હોન્ડા ચોરાયુ

ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે રહેતા ધરમશીભાઇ રણમલભાઇ પરમારએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે શહેરના હરસિધ્ધીનગર વૃંદાવન પાર્ક-૧માં રહેતા સબંધી ભરતભાઇ ભાણાભાઇ ડાભીના ઘરે ગત તા.૧૬ના રોજ બેસવા આવ્યા હતા. ત્યારે જીજે૧૦ પી ૩પ૬૭ નંબરનું હિરો હોન્ડા બાઇક કોઇ અજાણ્યો ઇસમ ઉઠાવી ગયો છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખીજદળમાં હોજમાં ન્હાવા બાબતે મનદુઃખ થતા યુવાન પર ચારનો હુમલો

કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે હોજમાં ન્હાવા બાબતે ઝઘડો થયા બાદ તેનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરતા ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે ભોગ બનનાર  યોગીરાજસિંહ નિરૂભા જાડેજા (ઉ.વ.૧૭)ના ગરાસીયા યુવાને કલ્યાણપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી જણાવ્યુ  છે કે, ગત તા.૧૮ના રોજ ગામમાં આવેલા પાણીના હોજમાં ન્હાવા ગયો હતો. ત્યારે મયુર ખીમા આહીર, સંજય મેરામણ આહિર, રાહુલ કાના રહે. બધા નવા ખીજદળ વાળાઓ સાથે બોલાચાલી થતા તેના ખાર રાખી ગત તા.૧૯ના પોતે માલઢોર લઇ ઘરે જતો હોય ત્યારે ઉપરોકત આરોપીઓએ આવી ઢીકાપાટુ લાકડીનો માર મારી ઇજા કરી હતી. કલ્યાણપુર  પોલીસે ચારે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ. એલ. કે. કાગડીયા ચલાવી રહયા છે.

ખંભાળિયા નોટ નંબર પર જુગાર રમતા બે ઝબ્બે

ખંભાળિયા નગરપાલિકા ગાર્ડન પાસે નોટ નંબર એકી-બેકીના જુગાર રમી પૈસાની હારજીત કરતા કિરીટ કાલીદાસ કુબાવત  તથા ચંદુ બિજલ પરમારને પોલીસે ૪ર૦ની મતા સાથે ઝડપી લીધા હતા.

બે દરોડામાં જુગાર રમતા ૧૧ ઝડપાયા

કેશોદ ગામની સીમમાં જાહેર જુગાર રમતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચ સ્ટાફ ને મળતા પીઆઇ એમ.ડી. ચંદ્રવાડીયાની સુચનાથી સ્થળપર રેઇડ કરતા  જુગાર રમી પૈસાની હારજીત કરતા અરજણ લખુ રૂડાચ  ઓધળ લખમણ જામ, હરીલાલ રામભાઇ મોકરીયા, ભીમા નારણ નંદાણીયા, કરશન નારણ નંદાણીયા, પ્રફુલ્લ વેલજી રાજયગુરૂ તમામને રોકડ રૂ.૧૬.૬પ૦ મતા સાથે  ઝડપી લઇ કાયૃવહી હાથ ધરી હતી. બીજા દરોડામાં સલાયા પાંજરાપોળ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં અકબર કાસમ સંધી, ફીરોજ સતાર ભાયા, આબીદ તલાબ ભગાડ, હમીદ રજા સંધાર, અમુલ વસંતરાય પંચમતીયા તમામને રોકડ પ૧૦૦ની મતા સાથે સલાયા મરીન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:19 pm IST)