Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મોરબીના બેલા ગામની પરણિતા દાઝીઃ રાજકોટ સારવારમાં ખસેડાઇ

મોરબી, તા.૨૧: મોરબીના બેલા ગામે સીરામીક એકમમાં રહેતી પરિણીતા અકસ્માતે રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે.

 મળતી વિગતો મુજબ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક એકમમાં રહેતી નીપુબેન હિતેશભાઈ તિવારી રસોઈ બનાવટી વેળાએ અકસ્માતે પહેરેલ કપડા ગેસના ચૂલાની ઝાળને અડી જતા દાઝી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે તેમજ નીપુબેનનો લગ્ન ગાળો ૨ વર્ષનો હોય અને તેણીને સંતાનમાં એક દીકરી હોવાનું પણ જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)