Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઓનલાઇન મોબાઇલ ઇલેકટ્રોનિકસ આઇટમો વેચાણ સામે

સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ દ્વારા કંપનીના બોર્ડ પર કાળા પડદા મારી વિરોધ

દિવાળી ટાણે જિલ્લાભરના વેપારીઓ નવરાધુપ બેઠા છેઃ વિરોધ ઉગ્ર બનશે

વઢવાણ, તા.૨૧: હાલ સમગ્ર વિશ્વમાં ઓનલાઈન વેંચાણ ધૂમ મચાવી રહ્યું છે.ત્યારે ઓનલાઈન વેચાણ અને ખરીદી માટે અનેક જાત ની કંપની ઓ બજાર માં હાલ દુકાનો કરતા પણ સસ્તા ભાવે વેચાણ કરી રહી છે.અને અનેક લોભામણી સ્કીમો રાખી ને ગ્રાહકો ને પોતાની તરફ આકર્ષિત કરી રહયા છે.

આ ઓનલાઈન શોપિંગ ના મામલે અનેક લોકોના ધંધા બંધ થયા છે.અને અનેક લોકો બેરોજગાર બન્યા છે.ત્યારે ઓનલાઈન શોપિંગ ના મામલે લોકો ખરીદી દ્યેર બેઠા મોબાઈલ ના માધ્યમ દવારા કરી રહયા છે.ત્યારે બજારો માં ફરતા નાણાં અને બજારુ વેપારીઓ નવરા બન્યા છે....

જિલ્લાની મોટા ભાગ ની બજારો સુમસામ નઝરે પડી રહી છે.લોકો નો ક્રેજ ઓનલાઈન શોપિંગ તરફ વળ્યો છે ત્યારે જિલ્લા ના ઈલેકટ્રીક વસ્તુ વેચાણ સામે જિલ્લા ના મોટા ભાગ ના વેપારીઓ માં ફટકો પડયો છે.ત્યારે ખાસ કરી જિલ્લા ની મોબાઇલ ની દુકાનો માં દીવાળી ટાણે પણ ઘરાકી જોવા મળી રહી નથી.જેનું મુખ્ય કારણ ઓનલાઈન શોપિંગ છે. ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ના મોબાઈલ વેપારીઓ દવારા ઓનલાઈન વેચાણ કરતી મોબાઈલ કંપની ઓ સામે વિરોધ નોંધવવા માં આવીયો છે.ઓનલાઈન વેંચાણ કરતી કંપની ઓ ના નામ ના બોર્ડ પર કાળા કલર ના પડદા મારી દેવામાં આવ્યા છે. આ રીતે સુરેન્દ્રનગર જિલ્લા ના મોબાઈલના મોટા ભાગના વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બાર કરવા માં આવીયું છે.ત્યારે દુકાન માલિકો જણાવી રહ્યા છે કે દિવાળી નો સમય હોવા છતાં દુકાનોમાં ઇલેકટ્રીક વસુઓ ના વેચાણ માં મંડી છે.જેનું કારણ ઓનલાઈન શોપિંગ છે.

ત્યારે આગામી સમય માં જો આ કંપની ઓ પોતાની ઉત્પાદિત પ્રોડકટ્સ ઓનલાઈન વેચવાનું બંધ નહીં કરે તો અમારૂ એસોસિએશન જે નિર્ણય લેશે તે મુજબ કંપની સામે આગળનું આંદોલન કરવાનું નકકી કરાશે. તેમ વેપારીઓએ જણાવેલ છે.

(1:16 pm IST)