Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

શાપર-વેરાવળના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ આરોપી પકડાયો

વિજયસિંહ સોલંકીને રેન્જના નાસતા ફરતા સ્કવોડે દબોચી લીધો

રાજકોટ તા. ર૧ :.. શાપર-વેરાવળના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ આરોપીને રેન્જના નાસતા ફરતા સ્કવોડે દબોચી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રેન્જના ડીઆઇજીપી સંદીપ સિંહે આપેલ સુચના અન્વયે નાસતા ફરતા સ્કવોડના પો. સ. ઇ. જે. એસ. ડેલા, હેડ કોન્સ. મદારસિંહ મોરી, ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિંહ પરમાર તથા પો. કોન્સ. અનિરૂધ્ધસિંહ જાડેજાએ શાપર (વે.) પો. સ્ટે. પ્રોહી. ગુર. નં. પરર૬/૧૯ કલમ-૬પ એઇ-૧૧૬ બી. વિ. મુજબ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ કેસમાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી વિજયસિંહ ઉર્ફે ભુરો નરેન્દ્રસિંહ સોલંકી રહે. થાનગઢ વાળાને વગડીયા ચોકડી પાસેથી ધોરણસર અટક કરી થાનગઢ પો. સ્ટે. ને સોંપવામાં આવેલ છે. અને આરોપી અટ કર્યા અંગેની જાણ  શાપર (વે.) પો. સ્ટે. ને કરવા આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:58 am IST)