Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

માણાવદર વંથલી હાઇવે પરના ગાંડાબાવળો ગંભીર અકસ્માત સર્જશે ? : તંત્રએ જેસીબીથી ડાળીઓ વાળી દીધી પરંતુ ફરીથી ઉગશે

માણાવદર, તા. ર૧: માણાવદર-વંથલી હાઇવે સમગ્ર તાલુકા અને ત્રણ જીલ્લાને જોડતો આ રસ્તામાં તંત્રે અખબારી અહેવાલો બાદ ડામર રોડના આધુનિક મશીનથી ગાબડા બુરવા ટેમ્પરરી ઇલાજ કર્યો છે જે પ્રજાજનો-વાહન ચાલકો ઇમરજન્સી સેવા માટે થોડી રાહત થાય તેવી કામગીરી કરી છે જે સારી વાત છે તેમાં હાઇવેની બન્ને સાઇડમાં ગાંડાબાવળો કાઢવાના બદલે ડાબીઓ ભાંગી નાખી સાઇડમાં કરી દીધી છે. વાસ્તવમાં ગાંડાબાવળોનો મૂળમાંથી જ જેસીબી મશીનોથી કાઢવા લોક માંગ છે. હાલ ડાબીઓ તોડી નાખી સાઇડમાં કરી દીધી જેમાં હજી ઘણા ઝાડી-ઝાખરા જે જે રસ્તો બન્ને સાઇડ ટુંકો થઇ ગયો છે. પહેલા આ ઝાડી ઝાખરાની વ્યવસ્થિતિ કામગીરી થઇ રહી હતી તે રીતે કરવા લોક માંગણી ઉઠવા પામી છે. તેમજ હજી પણ જે ઝાડી ઝાખરા ગાંડાબાવળો મૂળમાંથી દૂર થાય તે જરૂરી છે. તંત્રએ પ્રજાલક્ષ્મી કામગીરી કરી રહ્યું છે, પરંતુ તે યોગ્ય વ્યકિતની દેખરેખ નીચે પૂર્ણ રીતે કામ થાય તો તંત્ર એ કેટલો ખર્ચ પ્રજાલક્ષી થઇ શકે હાલમાં જે કામગીરી કરી, પરંતુ અધરી થઇ રહી હોવાની પ્રજાજનોમાંથી ફરીયાદો ઉઠવા પામી છે. અધિકારીઓ પણ યોગ્ય કામગીરીન તપાસ કરે જેથી તંત્ર ઉપર ખોટા દોષનો ટોપલો ના આવે અથવા તો નીચેના સ્ટાફને સુવ્યવસ્થિત પૂર્ણ કામગીરી કરે તેવી સૂચના આપે.

(11:52 am IST)