Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કાલે ભાવનગરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ-વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ

ભાવનગર તા ૨૧  : કાલે તા.૨૨ ના ભાવનગર સ્થિત સી.એસ.આઇ.આર- સી.એસ.એમ.સી.આર.આઇ. (સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમીકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ) અને વિજ્ઞાનભારતી (વિભા), ગુજરાત પ્રકરણના સંયુકત ઉપક્રમે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ (આઇ.આઇ.એસ.એફ-૨૦૧૯) માટે વિજ્ઞાન વિસ્તરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ એક આઉટરીચ પ્રવૃતિ છે કે, જે ભારત સરકારની વિવિધ વૈજ્ઞાનીક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવે છે.

આ તમામ પ્રવૃતિઓનો ઉદ્ેશ તા.પ થી ૮ ઓકટોબર ૨૦૧૯ના રોજ કલકત્તા ખાતે યોજાનાર પાંચમો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (આઇ.આઇ.એસ.એફ.) ને લોકપ્રિય બનાવવાનો તથા જાગૃતિ કેળવવાનો છે. આ મુખ્ય પર્વની આ વર્ષની થીમ ''રાઇઝન ઇન્ડિયા'' છે, જેનો હેતું સંશોધન, નવીનતા અને સશકિતકરણ રાષ્ટ્ર નિર્માણ કરવાનો છે.

IISF-૨૦૧૯ એ તકનીક ક્ષેત્રે ભારતની સિધ્ધિઓને ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સંશોધનકારો, ઇનોવેટર્સ, કલાકારો, અને સામાન્ય લોકોને એક સાથે લાવવાનું દેશનું સોૈથી મોટું એક પ્લેટફોર્મ છે. આ પ્રોગ્રામ (આઇ.આઇ.એસ.એફ) એ યુવા પેઢીને સાયન્સ (વિજ્ઞાન) ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો અને વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે કામ કરતા લોકો તથા ભાગીદારોના સમુદાયને (નેટવર્કીગને) પ્રોત્સાહન આપવા માટેનો છે. આ કાર્યક્રમ સવારે ૧૦.૦૦ કલાકે શરૂ થશે અને ૨.૩૦ કલાક સુધી ચાલશે.

આ કાર્યક્રમમાં સમગ્ર રાજયની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી ૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના નિર્દેશક (નિયામક) તથા આ કાર્યક્રમના મુખ્ય વિશેષ અતિથીના ઓૈપચારિક સ્વાગત દ્વારા થશે. ઉપરાંત સેન્ટ્રલ સોલ્ટના વિવિધ વિભાગોમાં સોલ્ટ એન્ડ મરીન કેમીકલ વિભાગના વૈજ્ઞાનિક શ્રી બીપીન વ્યા, મીઠા (નમક)નાં વિવિધ પાસાઓની રસપ્રદ અને રોચક માહીતી આપશે તથા  મેમ્બ્રેન ગ્રુપના વૈજ્ઞાનિક ભોૈમિક સુતરીયા પાણીની કટોકટી, તેની શુધ્ધિકરણ માટેની વિવિધ પધ્ધતિઓ  વિશેની માહીતી આપશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટમાં ચાલી રહેલી વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો તથા પ્રયોગશાળાની મુલાકાત લેશે, સાથે સાથે વૈજ્ઞાનિકો તથા રિસર્ચ સ્કોલરો સાથે વાર્તાલાપ કરશે. પોતાના સંશોધન વિશેની માહીતી વિવિધ વિભાગો પોતાની તકનીકી દ્વારા પ્રાયોગિક પ્રદર્શન પણ બતાવશે. આ કાર્યક્રમમાં એક વિજ્ઞાનને લગતી પ્રશ્નોતરી સ્પર્ધા પણ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનેે કલકત્તામાં યોજાનારી આઇ.આઇ. એસ.એફ. ૨૦૧૯માં ભાગ લેવાનો મોકો  મળશે.

આ વષે CSIR-CSMCRI ની ટેકનોલોજીને પ્રતિષ્ઠિત'' CSIR  ટેકનોલોજી એવોર્ડ-૨૦૧૯'' (ઇનદવેશન કેટેગરી) મળ્યો છે. નવીદિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનની ઉપસ્થિતીમાં CSIR-CSMCRI ટીમને પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત, સંસ્થાને ગુજરાત ઇનોવેશન સોસાયટી (જી.આઇ.એસ.) અમદાવાદ દ્વારા ''હકર્યુલસ એવોર્ડ-૨૦૧૯'' આપવામાં આવ્યો હતો. તદઉપરાંત ''IGCW-૨૦૧૯ એવોર્ડ'' મીનીસ્ટ્રી ઓફ કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ તથા ગ્રીન કેમીસ્ટ્રી ફાઉન્ડેશન તરફથી મુંબઇ ખાતે CSIR-CSMCRI ટીમને આપવામાં આવ્યો.

(11:51 am IST)