Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

હળવદ તાલુકાના ભલગામડા ગામે વીજ શોક લાગતા ખેડૂતનું મોત

 હળવદ તા. ૨૧:  તાલુકાના ભલગામડા ગામે વાડી વિસ્તારમાં કોંઢ ગામના ખેડૂતને વીજ શોક લાગતા કરૂણ મોત નિપજયું હતું જેથી ખેડૂતની લાશને પીએમ માટે  હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સાથે જ બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ભરતભાઈ માવુભાઈ ભાટીયા ઉંમર વર્ષ ૫૦ ની ખેતીની જમીન હળવદ તાલુકાના ભલગામડા ગામે આવેલી હોય જેથી ખેડૂત ભરતભાઈ  વાડીએ રાત્રી નો પાવર હોય જેથી વાડીની ઓરડીમાં રહેલી મોટરને ચાલુ કરવા જતા સ્વીટ પડતાની સાથે જ તેઓને વીજ શોક લાગ્યો હતો અને ઘટનાસ્થળે ખેડૂતનું મોત નીપજ્યું હતું

બનાવને પગલે આજુબાજુ ની વાડી વિસ્તારના ખેડૂતો ઘટનાસ્થળે દોડી આવી ભરતભાઈને તાત્કાલિક શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેઓ મોત નિપજેલ હોય જેથી બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશનું પી.એમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

તો બીજી તરફ ખેડૂત પરિવારના ઘરના મોભી નુ વીજ શોકથી મોત નીપજ્યાં ની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોનો હળવદ સરકારી દવાખાના ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોમાં કાળો કલ્પાંત મચી ગયો હતો.

(1:24 pm IST)