Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

તાલાળા ગીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા:ખેડૂતોમાં ચિતાની લાગણી

થ્રેશર દ્વારા મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે વરસાદ

તાલાળા ગીર વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડવાથી જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને થ્રેશર દ્વારા મગફળી કાઢવાનું કામ ચાલુ હતું તેવા સમયે કમોસમી વરસાદ થતાં ગીરના ખેડૂતોનો પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. વરસાદના કારણે પાક પલળી ગયો હતો, ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

(11:55 pm IST)