Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ધોરાજી પોલીસે ઘરફોડ ચોરીના ફરારી બે આરોપીને ઝડપી લીધા

ધોરાજી : રાજકોટ જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા તેમજ જેતપુરના ડીવાયએસપીની સૂચનાથી  પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા વિગેરે જ્ઞ્ષ્ટણૂ કલમ ૪૫૪. ૪૫૭. ૩૮૦ના કામે નાસતો ફરતો આરોપી રફીક અબુકર બુખારી   સૈયદ ઉંમર વર્ષ ૨૮ ધંધો મજૂરી રહે મોચી બજાર નાળિયેરી મસ્જિદ પાસે ધોરાજી તેમજ સીદિક મકસુદભાઈ વાઘરીયા  મેમણ ધંધો મજૂરી ચિસ્તીયા કોલોની ધોરાજી વાળાને ગોડાઉનમાંથી પાન ના પેકેટ રૂપિયા ૬૦ હજારની ચોરી થયેલ હોય જે અંગે રફીક બુખારી  મકાનમાં તેનો મિત્ર સીદીક  સાથે ગેરકાયદેસર બાચકા બનાવી હેરાફેરી કરતા હોવાની હકીકત મળતા તે જગ્યાએ જઈ જોતા બાચકાઓમાં બીડી તમાકુ ના પેકેટ હોય બીડી તમાકુ ના પેકેટ ની કુલ કિંમત ૫૮૪૮૦ નો મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેકટ કર્યો હતો. ઉપરોકત બંને આરોપીને ઝડપવામા એસ આઇ એસ ભીમભાઈ ગંભીર ચંદ્રસિંહ વસૈયા અનિરુદ્ઘ સિંહ ઝાલા સહદેવસિંહ રણજીતસિંહ ચૌહાણ પ્રદિપસિંહ મહિપત સિંહ ચુડાસમા વિગેરે રોકાયા હતા.

(1:19 pm IST)
  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટર તથા એક હાઇવા ડમ્પર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ access_time 6:34 pm IST

  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST