Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

પીઢ આગેવાનો રાદડીયા-વસ્તપરાની ઉપસ્થિતીમાં

બાબરાના મોટા દેવળીયા ગામે મહારકતદાન કેમ્પ સંપન્ન

 (દીપક કનૈયા) બાબરા,તા.૨૧ : બાબરા તાલુકાના મોટા દેવળીયા મુકામે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વ નેતા, પ્રધાન સેવક અને ગુજરાતના પનોતા પુત્ર  નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના સેવા સપ્તાહ  અંતર્ગત, બાબરા તાલુકા યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો જેમાં ૫૦ થી વધુ લોકોએ રકતદાન કરેલ જેમાં ઉપસ્થિત જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ્ટ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી કેતનભાઇ ઢાકેચા, મેહુલભાઈ ધોરાજીયા,  બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, બાબરા તાલુકાના વરિષ્ઠ આગેવાન  બીપીનભાઈ રાદડીયા , ગોપાલભાઈ વસ્તરપરા, રામભાઈ સાનેપરા,તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, રાજુભાઈ વિરોજા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, મહામંત્રી બીપીન ભાઈ રાદડિયા, પ્રવીણભાઈ દાફડા, કિરીટભાઈ બગડા, કિશોરભાઈ વાસાણી, હસુભાઈ વાળા, હરેશભાઈ સોરઠીયા, અશ્વિનભાઈ ઓડિયા, મજીદભાઈ કુરેશી, મુકેશભાઈ કરડ, દર્શન ભાઈ સોરઠીયા અને ગામના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમને સફળ બનાવવા બાબરા તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઈ જાવીયા, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા, યુવા ભાજપ મહામંત્રી વાસુર ભાઈ ચૌહાણ ભારે જહેમત ઊઠાવી હતી.તસ્વીરમાં રકતદાન સમયે ઉપસ્થિત આગેવાનો નજરે પડે છે.

(1:16 pm IST)