Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

પાછોતરા વરસાદથી ખેડુતોની માઠીઃ બગસરા-૪, લીલીયા-ર ઇંચ

રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરીથી મેઘાવી માહોલ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદઃ સવારથી ધુપછાંવ

પ્રથમ તસ્‍વીરમાં કોટડાસાંગાણી પંથકમાં વાડી-ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણી, બીજી તસ્‍વીરમાં વાંકાનેરમાં પડેલ વરસાદ ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં વાદળા છવાયેલા નજરે પડે છે. (તસ્‍વીર : બશીરભાઇ બાંગા (કોટડાસાંગાણી), નિલેશ ચંદારાણા (વાંકાનેર), ભાવેશ ભોજાણી (ગોંડલ).

રાજકોટ, તા., ૨૧: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનીવારથી મેઘાવી માહોલ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં પલ્‍ટો સાથે અનેક જગ્‍યાએ હળવો-ભારે વરસાદ પડયો હતો. જયારે રાત્રીના અમરેલી જીલ્લાના બગસરામાં ૪ ઇંચ વરસાદ પડયો હતો. જયારે લાઠીમાં બે ઇંચ, બાબરામાં દોઢ અને અમરેલીમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

કચ્‍છના રાપરમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જેતપુરમાં દોઢ, વિંછીયા-જામકંડોરણામાં ૧, વેરાવળમાં દોઢ, ગઢડા (સ્‍વામીના)માં એક ઇંચ વરસાદ પડયો હતો.

ચોમાસામાં પાછોતરા વરસાદથી ખેડુતોની માઠી બેઠી છે. ભારે વરસાદવાળા વિસ્‍તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાકને નુકશાન થયું છે.

આજે સવારથી રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. ગઇકાલે રાત્રીના અનેક વિસ્‍તારોમાં વરસાદ વરસતા પાણી-પાણી થઇ ગયું છે.

ઢાંક

(પંકજગીરી ગોસ્‍વામી દ્વારા) ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે તા.૧૦-૯-ર૦ ના રોજ રાત્રે ૧ વાગ્‍યાથી ૩ વાગ્‍યા સુધીમાં ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ઢાંક તથા આજુબાજુના ગામોમાં સતત ઘણા સમયથી વરસાદ વરસી રહયો હોવાથી આ વર્ષે ઢાંકનો મોસમનો કુલ વરસાદ ૧૦૦ ઇંચની આસપાસ પહોંચી ગયો છે. વધારે પડતા વરસાદથી ખેતરમાં ઉભેલા પાકને નુકશાન થયેલ છે. સરકાર લીલો દુષ્‍કાળ જાહેર કરે અને ખેડુતોને સહાય જાહેર કરે તેવી માંગણી ખેડુતો દ્વારા કરવામાં આવી છે.

કોટડા સાંગાણી

(બરીશ બાંગા-કલ્‍પેશ જાદવ દ્વારા) કોટડા સાંગાણીઃ કોટડા સાંગાણી સહીત ઉપરવાસના નારણકા આણંદપર સોળીયા સહીતના ગામોમાં ૧ થી ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને વાછપરી ડેમમાં ભારે પાણીની આવક થતા કોટડા સાંગાણીની નદીમાં પુર આવ્‍યું હતું ત્‍યારે સોળીયા ચોકડી પાસેના પચાસેક ઉંચા પુલની પારી પર શ્વાન જાણે નદીમાં કેટલુ પુર આવ્‍યું તે જોવા માટે જાણે પુલની પારી પર બેઠો હોઇ તે મુજબ જોવા મળ્‍યો હતો.

કોટડા સાંગાણી તાલુકાના સતાપર ગામમાં શનીવારે ધોધમાર વરસાદ પડવાને કારણે ખેતીમાં લેવાતા પાક મગફળી, કપાસ, તલ જેવા પાકમાં વ્‍યાપક નુકશાન થયેલ છે. તેમજ ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી જવાને કારણે કિશાનભાઇઓને ખુબ જ નુકશાન થયેલ છે તેમજ વરસાદના પાણીમાં પાક ધોવાઇને સડકો ઉપર ફરી વળ્‍યા છે.

વાંકાનેર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ વાંકાનેરમાં ગત રાત્રીના આકાશમાં એકાએક  વાતાવરણ પલ્‍ટાયું હતું અને વાદળોની જમાવટ વચ્‍ચે વિજળીના કડાકા-ભડાકા સાથે રાત્રીના સાડા દસેક વાગ્‍યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સતત બે કલાક ચાલુ રહેતા રસ્‍તા ઉપરથી પાણી વહેવા લાગ્‍યા હતા અને બે કલાકમાં શહેરી વિસ્‍તારમાં ૪૦ મી.મી. વરસાદ મામલતદાર ઓફીસના કંટ્રોલરૂમમાં નોંધાયો હતો.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી સાથે બે કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. ધોધમાર વરસાદને પગલે હાઇવે પરના રેલ્‍વે બ્રીજ નીચે ગોઠણ ડુબ પાણી ભરાયા હતા અને તેમાંથી વાહન ચાલકોને પસાર થવુ પડયું હતું. જયારે સર્વિસ રોડ પર પાણીના તળાવડા ભરાઇ જતા રાહદારીઓ ભારે યાતના ભોગવી રહયા છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ જસદણ વીંછીયા તાલુકામાં રાત્રીના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અગાઉ ભારે વરસાદથી ખેત પાક ખરાબ થયો હતો હવે પાછળના વરસાદએ માઝા મુકતા ખેડુતોની હાલત પડયા પર પાટુ જેવી થઇ છે ખેડુત યુવા અગ્રણી પ્રવીણભાઇ છાયાણીએ જણાવ્‍યું હતું કે છેલ્લા બે દિવસના વરસાદમાં ખેડુતોએ ઉપાડેલી મગફળીના પાથરા પલળતા કરોડો રૂપીયાનું નુકશાન થયું છે. આ માટે જેમને ખોબલે ખોબલે મત આપીને ચુંટીને મોકલ્‍યા છે તેમણે સરકાર પાસેથી ખેડુતોને વળતર અપાવવું જોઇએ. મગફળીના પાથરા પલળી જતા ખેડુતોને મોઢે આવેલ કોળીયો છીનવાઇ ગયો છે. એક તો ખેડુતો દેવાદાર અને લાંબા સમયથી કુદરતી થપાટને કારણે હાલ બેહાલ છે ત્‍યારે સરકારે ખાસ ધ્‍યાન આપવુ જરૂરી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લામાં ગઇ રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. જિલ્લામાં અડધાથી પોણા બે ઇંચ વરસાદ પડયો છે જયારે ભાવનગર શહેરમાં વીજળી પડી હતી.

ગોહિલવાડ પંથકમાં ગઇકાલ રાત્રે વીજળીના ભારે કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરના સરદારનગર વિસ્‍તારમાં સિંધી સ્‍કુલની પાછળના ભાગે વીજળી પડી હતી જેના કારણે વીજ મીટર બંધ થઇ જતા આજુબાજુના વિસ્‍તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. સદ્‌્‌ભાગ્‍યે કોઇ જાનહાની થઇ નથી.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

 

અમરેલી

ર૪ મીમી

બગસરા

૧૦૬ મીમી

બાબરા

૩૬ મીમી

લાઠી

પપ મીમી

લીલીયા

૧પ મીમી

વડિયા

૧પ મીમી

સાવરકુંડલા

૩ મીમી

કચ્‍છ

 

અંજાર

૭ મીમી

ગાંધીધામ

૭ મીમી

ભચાઉ

૧૭ મીમી

ભૂજ

૯ મીમી

મુંદ્રા

૧૦ મીમી

રાપર

૪૦ મીમી

રાજકોટ

 

ઉપલેટા

૧૯ મીમી

કોટડાસાંગાણી

૧૯ મીમી

ગોંડલ

૧૩ મીમી

જેતપુર

૩૭ મીમી

જસદણ

૭  મીમી

જામકંડોરણા

રપ મીમી

ધોરાજી

૧પ મીમી

પડધરી

૬ મીમી

રાજકોટ

૧૯ મીમી

વિંછીયા

રપ મીમી

ગીર સોમનાથ

 

ઉના

૩ મીમી

કોડીનાર

૯ મીમી

ગીરગઢડા

તાલાલા

૧ મીમી

વેરાવળ

૩૦ મીમી

સુત્રાપાડા

૧ર મીમી

બોટાદ

 

ગઢડા

ર૭ મીમી

બરવાળા

૪ મીમી

બોટાદ

૮ મીમી

રાણપુર

૭ મીમી

જામનગર

 

જામજોધપુર

૧ મીમી

ધ્રોલ

૪ મીમી 

 

(11:26 am IST)
  • નિયમ બધા માટે સરખા : રાજકોટમાં માસ્ક વગર જાહેરમાં દેખાતા વિખ્યાત ગાયક કીર્તીદાન ગઢવીને પોલીસે દંડ ફટકાર્યો access_time 11:18 pm IST

  • પંજાબમાં અમરિન્દર સરકારે પીએચડી અને ટેકનીકલ તથા વ્યવસાયીક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો ૨૧ સપ્ટેમ્બર (આજથી) ખોલવાની મંજુરી આપી છે. access_time 11:31 am IST

  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST