Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વેરાવળ-બાંદરા અને વેરાવળ-ઇન્‍દોર ટ્રેનને ગોંડલમાં સ્‍ટોપ આપવા માંગણી

રેલ્‍વે પ્‍લેટફોર્મ ઉંચુ લાવવા સહિતના પ્રશ્ને રેલ્‍વે બોર્ડ સલાહકાર સમિતિના સદસ્‍ય વિનુભાઇ વસાણીની રજુઆત

ગોંડલ, તા. ર૧ : ગોંડલના ભારત સરકારના રેલ્‍વે બોર્ડ સલાહકાર સમિતિના સદસ્‍ય વિનુભાઇ જી. વસાણીએ ભાવનગર પヘમિ રેલ્‍વેના મંડળ કાર્યાલય-ડીવી. ઓફીસના અધિકારીને પત્ર પાઠવીને રેલ્‍વેના પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે કોરોના મહામારીના કારણે તા. ર૩ના રોજ બપોરે ૧૧ વાગ્‍યે રેલ્‍વે સલાહકાર સમિતિની મીટીંગ વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા યોજાશે જે આવકારદાયક નિર્ણય છે.

વિનુભાઇ વસાણીએ વધુમાં જણાવ્‍યું છે કે, વેરાવળ-બાંદરા ટ્રેન નં. રર૯૯ર (વિકલી ટ્રેન) રવિવારે બપોરે ૦૩-૩૦ કલાકે ગોંડલથી પસાર થાય છે જેનો સ્‍ટોપ ગોંડલ નથી. તો ગોંડલને સ્‍ટોપ આપવા ગોંડલની જનતાની ખૂબ લાગણી છે. મુંબઇ એ આર્થિક નગરી છે અને ગોંડલની સાથે વ્‍યાપાર-ધંધાને અર્થિક રીતે સંકળાયેલ છે. તેમજ ધાર્મિક ક્ષેત્રે વિશ્વ વિખ્‍યાત રમાનાથધામ તેમજ અક્ષર પુરૂષોત્તમ મંદિર દેશ-વિદેશ સાથે જોડાયેલ છે. તેમજ સામાજિક રીતે સંકળાયેલ હોઇ ઘણા જ પેસેન્‍જરો ગોંડલમાંથી મળી શકે તેમ છે. તેમજ ગોંડલને મુંબઇ જવા માટે માત્ર બે ટ્રેનો મળે છે. તો વેરાવળ-બાંદરા ટ્રેનને ગોંડલ સ્‍ટોપ આપવા માંગ કરી છે.

વિનુભાઇ વસાણીએ વધુમાં જણાવ્‍યું છે કે એ જ રીતે બાંદરા વેરાવળ (વિકલી) ટ્રેન નં. રર૯૯૧ બપોરે ૦૧:પ૦ કલાકે ટ્રેન પસાર થાય છે. જેનો પણ સ્‍ટોપ આપવા ગોંડલની પ્રજાજનોની વિનંતી છે. ઘણા વર્ષોથી ગોંડલની જનતાની આ ત્રીજી ટ્રેન મળે તેવી માંગણી છે અને પેસેન્‍જરો પણ ઘણા મળી શકે તેમ છે. તો અવશ્‍ય માંગણી સ્‍વીકારવા વિનંતી છે. રેલ્‍વેને આવક થાશે અને પ્રજાને સુવિધા મળશે.

આ ઉપરાંત વેરાવળ-ઇન્‍દોર (વિકલી) ટ્રેન નં. ૧૯૩૧૯ સવારે ૧૧:૪પ કલાકે ગોંડલથી પસાર થાય છે જે ટ્રેનનો સ્‍ટોપ આપવા વિનંતી છે તે જ રીતે ઇન્‍દોર-વેરાવળ (વિકલી) ટ્રેન નં. ૧૯૩ર૦ બપોરે ૦રઃ૪પ કલાકે ગોંડલથી પસાર થાય છે જે લાંબા રૂટની ટ્રેન હોય ગોંડલની પ્રજાજનોની માંગણી છે. ગોંડલની જનતાને લાભ મળે તો પેસેન્‍જરો ગોંડલમાંથી ચોક્કસ મળી શકે તેમ છે. તો સ્‍ટોપ આપવા માંગ કરી છે.

ગોંડલ રેલ્‍વે સ્‍ટેશન પ્‍લેટફોર્મ નં. ર, પ્‍લેટ ફોર્મ નં.૧થી લગભગ ૧.પ ફુટ જેટલી નીચું છે જેથી બાળકો, વડીલો અને સીનીયરોને પ્‍લેટ ફોર્મ નં. રમાં ચડવા-ઉતારવામાં ખૂબજ મુશ્‍કેલી થાય છે. માલ-સામાન સાથે ચડવા-ઉતરવાવાળા પેસેન્‍જરોને મહામુસીબત અનુભવવી પડે છે. જેથી પ્‍લેટફોર્મ નં. ર આશરે ૧.પ ફુટ જેટલું ઉંચુ કરવા માંગણી છે. સાથે એક ઓવરબ્રીજ બનાવવો ખૂબ જરૂરી છે. પેસેન્‍જરોને પ્‍લેટ ફોર્મ નં. રમાં પહોંચવા ટ્રેનના પાટા ટપીને માલ-સામાન્‍ય સાથે જવું પડે છે. જથી કુટુંબ પરિવાર સાથે બાળકો વડીલોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. ટ્રેનના પાટા ટપીને જવામાં પડી જવાનો, અકસ્‍માત થવાનો પૂરો ભય રહે છે જેથી વહેલી તકે ઓવરબ્રીજ બનાવી પ્‍લેટફોર્મ નં. ર આશરે ૧.પ ફુટ જેટલું ઉંચુ લેવા દરખાસ્‍ત છે તે અંગે રજૂઆત કરી છે.

આ અંગે વિનુભાઇ વસાણીએ સાંસદ રમેશભાઇ ધડુકને પત્ર  પાઠવ્‍યો છે.

(10:23 am IST)
  • ભુજમાં પાંચ કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ:ભુજ - ખાવડા રોડ પર સરપટ નાકા પાસે દબાણ હટાવાયા:11 દુકાનો તોડવામાં આવી:ભુજ પ્રાંત દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ વેગવાન access_time 6:32 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST

  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST