Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ફિશીંગ સીઝનના પ્રારંભે પાકિસ્તાન દ્વારા ૨૪ માછીમારોના ૪ બોટ સાથે અપહરણ

તમામ બોટ ઓખા બંદરનીઃ અપહરણ બાદ બોટ પરત અપાતી નથીઃ જખૌ જળ સીમાએ વારંવાર નાપાક કૃત્યઃ માછીમારો ચિંતિત

પોરબંદર તા.૨૧: ફિશીંગ સીઝન શરૂ થવાની સાથે કચ્છની જખૌ જળસીમાએ માછીમારી કરતા ૨૪ ભારતીય માછીમારોનું ૪ બોટ સાથે પાકિસ્તાન મરીને અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં ભય ફેલાયો છે અપહરણ કરાયેલી તમામ બોટ ઓખાની છે.

 

ફિશીંગ સીઝન ગત તા.૧૬મી ઓગસ્ટથી શરૂ થઇ ગઇ છે અને માછીમારો ફિશીંગ માટે દરિયામાં નીકળી ગયેલ છે ત્યારે જખૌ જળસીમાએ પાકિસ્તાનના નાપાક કૃત્યથી માછીમારો ચિંતિત બન્યા છે અગાઉ અપહરણ કરાયેલા ૨૮ માછીમારોને કરાંચી જેલમાંથી પાકિસ્તાન સરકારે અઠવાડિયા પહેલ છોડી દીધેલ ત્યારબાદ ફરી ૨૪ માછીમારોનું ૪ બોટ સાથે અપહરણ કરી ગયેલ છે.

માછીમારોના બોટ સાથે અપહરણ બાદ સજા પૂરી થતાં માછીમારોનું છોડી દેવામાં આવે છે પરંતુ સ્વરોજગારીના સાધન કિંમતી બોટ પરત અપાતી નથી. પાકિસ્તાનની જેલમાં અપહરણ કરાયેલ માછીમારોની સંખ્યા  હાલ ૪૦૦થી વધુ છે.(૪.૨)

(12:03 pm IST)