Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જુનાગઢ : પત્નિએ પતિ વિરૂધ્ધ કરેલ ભરણપોષણ માંગવાની અરજી રદ

જુનાગઢ તા ૨૧ : પત્નીએ પતિ પાસે માંગેલ ભરણ પોષણની અરજી જુનાગઢની ફેમીલી કોર્ટે રદ કરી મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે ગઇ તા. ૧૨-૫-૧૫ ના રોજ અલ્પાબેન બીપીનભાઇ રાજા રહે. જુનાગઢવાળાએ રૂા પ૦,૦૦૦/- ની ખોરાકીની રકમ પતિ પિયુષભાઇ ભીખુભાઇ માધવાણી રહે. સાવરકુંડલાવાળા સામે જુનાગઢની ફેમીલી કોર્ટમાં કેસ દાખલ કરેલો. પત્ની તરફથી એવા ગંભીર આક્ષેપો કરેલા હતાકે મારા પતિ મેણા ટોંણા મારતા, મારકુટ કરતા, કરીયાવર બાબતે ત્રાસ આપતા, દેુ:ખત્રાસથી કંટાળીને મે એસીડ પીધેલ,મારી સારવાર કરાવેલ ન હોય, મારે જીવનું જોખમ હોય, સમાધાનના પ્રયત્નો કરેલ ન હોય વગેરે પતિ સામે ગંભીર આક્ષેપો કરેલા. આ કેસ જુનાગઢની કોર્ટમાં ચાલી જતા પત્નીએ કરેલા ગંભીર આક્ષેપો સાબિત ન થતાં પત્નીની ભરણ પોષણની અરજી ના મંજુર કરતો હુકમ ફેમીલી કોર્ટે કરેલ હતો.

બંને એડવોલકેટની દલીલો સાંભળી અને પતિનાએડવોકેટ તરફથી વિશેષમાં દસ્તાવેજી પુરાવાઓ અને સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હોય તેમન પત્નીએ કરેલા ગંભીર આક્ષેપો સાબિત થતા ન હોય કોઇ પણ જાતના વ્યાજબી અને પુરતા કારણ વગર પતિ સાથે રહેવાનો ઇન્કાર કરેલ હોય અને પતિ તરફથી સમાધાનના સતત પ્રયત્નો કરેલ હોય તેવી પતિના એડવોકેટ તરફથી દલીલ ધ્યાને લઇ પત્નીએ કરેલ ખોરાકીની અરજી નામંજુર કરતો સિમાચિહ્રન અને આવી પત્નીઓ માટે લાલબતી સમાન ચુકાદો જાહેર કરેલ છે.

આ કેસમાં પતિ તરફથી જુનાગઢના એડવોકેટ જીતેન પી. જોષી રોકાયેલા હતા. (૩.૩)

(12:00 pm IST)