Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજીના જન્માષ્ટમી લોકમેળો બંધ રાખવાની હિલચાલના ગાંધીનગરમાં પડઘા પડતા એક જ દિવસમાં ટેન્ડર આપી દેવાયું

ધોરાજી, તા. ૨૧ :. વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા, કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ હોતવાણી વિગેરે પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે જન્માષ્ટમીના લોકમેળા પ્રશ્ને મામલતદારની હિન્દુ વિરોધી નિતી સામે રોષ પ્રગટ કરવા દોડી ગયા હતા.

આ બાબતે રાજ્ય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયાને પ્રથમ જામકંડોરણા ખાતે રજુઆત કરતા તેઓને તાત્કાલીક ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા અને રજુઆત કરવા જણાવેલ અને હું સાથે આવીશ અને ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના લલીતભાઈ વોરા, કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ હોતવાણી વગેરે મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, રાજકોટના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઈ બાવળીયા, આર.સી. ફળદુ વિગેરેને રૂબરૂ મળી ધોરાજીના જન્માષ્ટમી લોકમેળાની મામલતદારે આજ દિન સુધી માત્ર ટેન્ડરની જ પ્રક્રિયા હાથ ધરેલ છે. હવે મેળાના ૧૦ દિવસ બાકી છે તો કેમ મેળો યોજાશે ? તે બાબતે રજુઆત કરી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરતા તાત્કાલીક વિજયભાઈએ ધોરાજીના જન્માષ્ટમી લોકમેળા બાબતે જિલ્લા કલેકટરશ્રીને ફોન કરી તાત્કાલીક ઘટતુ કરવા આદેશ કર્યા હતા.

ધોરાજીના સરકારી તંત્રએ એક જ ટેન્ડર હતુ અને અપસેટ કિંમત કરતા ઓછુ આવેલ તેને તાત્કાલીક આપવાની ફરજ પડેલ અને આજથી જ લોકમેળા ગ્રાઉન્ડ આખુ સાફ કરવાની ફરજ પડેલ હતી.

ધોરાજીમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એ.એચ.પી.)ના નેજા હેઠળ ડે. કલેકટરશ્રીને આવેદનપત્ર જન્માષ્ટમી લોકમેળા બાબતે રોષ પ્રગટ કરતા આપવામાં આવેલ. જેમા ધોરાજી સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો જોડાયા હતા અને તાત્કાલીક ઘટતુ કરવા જણાવેલ હતું.(૨-૫)

(12:00 pm IST)