Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોરબીમાં દારૂપી મોલમાં ફિલ્મ જોવા ગયેલા ભાજપ અગ્રણીની ધરપકડ

લલીત કામરીયાએ સિનેમા બંધ કરાવી દેવાની ધમકી આપીઃ દશામાના વ્રતમાં હોબાળો ન થાય તેથી પોલીસને જાણ કરાઇ

મોરબી તા.૨૧: મોરબી ભાજપ અગ્રણી અને મોરબી નગર પાલિકાના પુર્વપ્રમુખ લલીતભાઇ જેરાજભાઇ કામરીયાને ગતરાત્રીના મોરબીના સ્કાયમોલમાં આવેલ મલ્ટીપ્લેક્ષ સીનેમા માંથી પોલીસે પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગત મુજબ સ્કાય મલ્ટીપ્લેક્ષ સીનેમામાં ગતરાત્રીના પુર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા પીધેલી હાલતમાં આવીને અયોગ્ય વર્તન કરતા, સીનેમાના સીકયુરીટીમેને તેને આવું વર્તન ન કરવા અને બહાર ચાલ્યા જવા જણાવ્યું હતું. પરંતુ કામરીયા ઉશ્કેરાઇ ગયા હતા અને પોતે રાજકીય આગેવાન હોવાનું જણાવી સીનેમા બંધ કરાવી દેવાની ધમકીઓ આપી હતી.

દશામાના વ્રતના જાગરણ નિમિતે સીનેમામાં બહોળી સંખ્યામંા મહિલાઓની હાજરી વચ્ચે કોઇ હોબાળો ન થાય તે માટે સીકયુરીટીએ તાત્કાલીક એ ડિવી. પોલીસને જાણ કરતા આવી ચડેલ પોલીસે પુર્વ પ્રમુખ સાથે ધોરણસરની કાર્યવાહી કરી, કાયદાનુું ભાન કરાવ્યું હતું. અને તેમની સામે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધ્યો હતો.

બનાવના પગલે અન્ય ભાજપ અગ્રણીઓના પોલીસ સ્ટેશને ભલામણના ફોન રણકી ઉઠયા હતા પરંતુ પોલીસે કોઇપણની ભલામણને વશ થયા વગર કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૧.૧૦)

(11:57 am IST)