Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પોરબંદરના બોગસ દસ્તાવેજના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

પોરબંદર તા. ૨૧ : કમલાબાગ પોલીસ  સ્ટેશનમાં ફર્સ્ટ, આઇ.પી.સી. કલમ - ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુન્હો  દાખલ કરવામાં આવેલ. જેમાં આરોપી અશ્વીન રામજી મારફતે આગોતરા જામીનની અરજી કરતા  તા. ૨૦/૦૮/૨૦૧૮ના રોજ સેશન્સ કોર્ટ દ્વારા  આરોપીઓના  આગોતરા જામીન  મંજુર કરવામાં આવેલા.

આ બનાવની વિગત એવી છે કે  ફરીયાદી દિલિપ ટપુ મુછાડ જાતે રબારી , રહે. ઓડદર , દ્વારા એવી રીતની ફરીયાદ દાખલ કરેલ કે આ કામના આરોપી  અરવિંદ રામજી મોતીવરસ સાથે મુલાકાત થયેલ. અને તેણે જણાવેલ કે  પોતાના નાના ભાઇ અશ્વિનભાઇ રામજી મોતીવરસના નામે છાયા વિસ્તારમાં બાંધવામાં આવેલા રીવેરા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૧૦૩ નો ફલેટ વેચવાનો છે. જેથી આ ફલેટ અંગે અમારે રૂો ૧૫,૦૦,૦૦૦/- નો સોદો  નક્કી કરવામાં આવેલ. જેમા બાના પેટે ૧૩,૫૧,૦૦૦/- આપવાના  અને બાકી રહેતી રકમ વારંવાર આરોપીઓને આપવાનું કહેવા છતા આરોપીઓએ અમોને  પાકુ દસ્તાવેજ કરવાની આનાકાની કરેલ અને તપાસમાં  જાણવા મળેલ કે  આ ફલેટની અસલ ફાઇલ પોરબંદર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કમાં ગીરો મુકેલી હતી. જેના ઉપર રૂ. ૧૦,૦૦,૦૦૦/- નું ધીરાણ લેવામાં આવેલુ હતુ.  અને પ્રોપર્ટી મોગર્ટગેજ કર્યાની હકીકત છુપાવેલ હતી તેથી અમારી પાસેથી રૂ. ૧૩,૫૧,૦૦૦/-ની છેતરપીંડી કરવામાં આવેલ તે મતોબની ફરીયાદ કરવામાં આવેલી.

આ ફરીયાદના અનુસંધાને  આરોપીઓને જામીન ઉપર મુકત કરવા અરજી કરેલ.  આ સંબંધે આરોપી તરફે રોકાયેલા વકીલશ્રી દ્વારા  ઉપલી અદાલતોના  વિવિધ ચુકાદા ઓ આધારે રજુઆત કરતા તે ગ્રાહય રાખી સેસન્સ કોર્ટે દ્વારા આરોપીઓના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલા. આ કામે  આરોપીઓ તરફે પોરબંદરના ધારાશાસ્ત્રી  જગદીમાધવ મોતીવરસ રોકાયેલા હતા. (૯.૩)

(11:56 am IST)