Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

હળવદ પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ

ગાજવીજ સાથે મેધરાજા ધમાકેદાર એન્ટ્રી

હળવદ પંથકમાં બપોર બાદ હવામાને ઓચિંતો પલટો માર્યા બાદ હળવદ શહેર ગામ્ય પથંકમાં અનેક સ્થળે વરસાદ વરસ્યો હતો ગામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ થયો હતો બીજી તરફ હળવદ માં ધોધમાર વરસાદ વરસ્યો હતો ,હળવદ માં સાજ ના તેજ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો,

બપોર પછી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.જોરદાર પવન ફૂંકતા ધૂળની ડમરીઓ ઉડી હતી.ઠંડક વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો અને ભારે ગાજવીજ સાથે મેધરાજા ધમાકેદાર એન્ટ્રી કરી હતી,

આકાશમાં કાળા ડિબાંગ વાદળો થઈ વરસાદ પડયો હતો,અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વટોળીયાની આંધી ફેલાઈ હતી.તેમજ કેટલાક સ્થળોએ વરસાદપડીયો હતો.હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે છાટા પડ્યા હતા અને હજુ છાટા ચાલુ રહ્યા છે .બફારો તથા ઉકળાટ જોવા મળી રહ્યો છે.અંતે વરસાદી માહોલના વચ્ચે લોકો એ ગરમી થી હાશકારો અનુભવ્યો હતો.

(11:48 pm IST)