Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રામમંદિર, કાશ્મીર ગૌરક્ષા સહિતના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા ડો. તોગડીયા

મોરબીમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ

મોરબી :મોરબીમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક ડો. પ્રવિણ ભાઈ તોગડીયાની અધ્યક્ષતા મા મોરબી જલારામ મંદિર ખાતે યોજાઈ હતી જેમાં ડો,તોગડિયાએ રામમંદિર,કાશ્મીર અને ગૌરક્ષા સહિતના મુદ્દાઓ ઉઠાવીને સરકારની ઝાટકણી કાઢી હતી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવિણ ભાઈ તોગડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષા ના પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક મા સંગઠન ને મજબુત બનાવવા તેમજ સનાતન હિન્દુ ધર્મ ની રક્ષા તેમજ હિન્દુ સંસ્કૃતી ના જતન સહીત ની બાબતો ની ચર્ચા કરવા મા આવી હતી.

 ડો. પ્રવિણભાઈ તોગડીયા ૩ તલાક નો કાયદો, રામ મંદિર નિર્માણ, કાશ્મીરી હિન્દુઓ નુ પૂનર્વસન, ગૌરક્ષા સહીતના મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. આ બેઠક મા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ  જી.જે ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રીબકુલ ભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુ ભાઈ મહેતા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ના વિવિધ પ્રખંડો ના પદાધિકારીઓ બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત બેઠક મા મોરબી શહેર તેમજ જીલ્લા ઉપરાંત વિવિધ પ્રખંડો ના પદાધિકારીઓ ની નિમણુંક વિશે ચર્ચા કરવા મા આવી હતી. 

(9:49 pm IST)