Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

દ્વારકા પંથકનું દંપત્તિ એક સપ્તાહથી લાપતા

     દ્વારકાઃ દ્વારકાના  મેવાસા ગામે રહેતુ આધેડ દંપતિ એકાદ સપ્તાહ પહેલા ઘરેથી લાંબા ગામે સાસરાને ત્યાં જવાનુ કહી નીકળ્યા બાદ લાપતા બનતા દ્વારકા પોલીસ સ્ટેશને ગૂમ થયાની નોંધ કરાવાઇ છે.

દ્વારકા તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં રહેતા અભુભા ઉઢાભા માણેક તથા તેની પત્ની જેતબાઇ અભુભા માણેક નામનુ આધેડ દંપતી તા. ૧૪ ના રોજ મેવાસા  વાડી  વિસ્તાર મુકામે  ઘરેથી સવારે ૧૦ કલાકે તેમના સસરાને ત્યાં લાંબા ગામે જવાનુ કહી નીકળ્યા હતા. બાદમાં ગાભુભા ઉઢાભા માણેકે ગુમ થનાર અભુભાને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન કટ કરી બંધ કરી દેવાયેલ. અને અભુભાના સસરાને ફોન કરતા અહીંયા હજુ સુધી કોઇ આવેલ નથી. અને ચીંતા ન કરો આવી જશે એવો જવાબ મળ્યો હતો. બાદમા તેમના સગાવહાલામા સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યા બાદ ભાઇ ભાભીની કોઇ જ ભાળ ન મળતા દ્વારકા પોલીસા સ્ટેશને ભાઇ -ભાભી ગુમ થયાની નોંધ કરાવતા પોલીસ દ્વારા મામલો નોંધી તપાસ શરુ કરી છે.

(12:38 pm IST)