Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જામનગરના હરિપુર ગામ પાસે પેટ્રોલ-ડીઝલની હેરાફેરી નું કૌભાંડ ઝડપાયું : બે મહિનાથી ચાલતું હોવાનું ખુલ્યું : 33.33 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર :ધ્રોલ પાસેના હરીપુર ગામ નજીકમાં આવેલી મેવાડ હોટેલ પાસે આર.આર.સેલની ટીમે પેટ્રોલ ડીઝલની હેરાફેરીનું કૌભાંડ ઝડપ્યું છે,છેલ્લા બે મહિનાથી ચાલતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે,

હાલારની ખ્યાતનામ કંપની ન્યારા એનર્જી લિમિટેડ (એસ્સાર ઓઇલ)માંથી જયારે પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર ભરાઈને નીકળ્યા બાદ તે ધ્રોલના હરીપુર નજીક આવેલ મેવાડ હોટેલે પહોંચતા જ સ્કીમ કરવામાં આવતી હતી.અને પેટ્રોલ-ડીઝલની ચોરી થતી હતી.

હોટેલે ટેન્કર ઉભું રહ્યા બાદ હોટેલ ચલાવનાર ગાંગાભાઈ ભુંડિયા અને હોટેલ સંચાલક નિતુભા બલુભા જાડેજા ફોન દ્વારા ડીઝલ પેટ્રોલની હેરાફેરી કરતાં ટેન્કર ચાલકોને લોભલાલચ આપી પોતાની હોટલે બોલાવ્યા બાદ ડ્રાઈવર ક્લીનર સાથે મળીને ટેન્કર અને ડીઝલના માલિકોથી અજાણે બહાર જ ૫૦ લીટર ડીઝલ તથા ૩૦ લીટર પેટ્રોલ વેચાઈ જતું હતું. આ જથ્થો બજાર ભાવથી ઓછા ડરે ચોરી કરી કંપની તેમજ માલિકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતાં હોવાનું આર.આર.સેલની તપાસ દરમિયાન ખુલ્યું છે.

 

ડીઝલ,પેટ્રોલ અને અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા૩૩.૩૩.૬૪૩ ના મુદામાલ સાથે ૩ શખ્સોને ઝડપી પાડ્યા છે,આ કાર્યવાહી રેન્જ આઈ.જી.સંદીપસિંગની સુચનાથી પીએસઆઈ વાળા,રામદેવસિંહ ઝાલા,રસિક પટેલ,સુરેશ હુંબલ,કમલેશભાઈ રબારી,સંદીપસિંહ ઝાલા,રામભાઈ માંઢ,વગેરેએ કરી હતી. (તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર )

(4:07 pm IST)