Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોરબીના જીઆરડી જવાનની પત્ની બે બાળકો સાથે એક માસથી લાપતા

મુંબઇના જીતુ સોલંકી સામે શંકાઃ તાકિદે તપાસ કરવા મહેન્દ્રભાઇ મિયંત્રાની માંગણી

તસ્વીરમાં બે બાળકો સાથે જીઆરડીનો જવાન નજરે પડે  છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી તા. ર૧ : મરબીના જીઆરડી જવાનના પત્ની અને બાળકો ગુમ થયાને એક માસ જેટલો સમય થવા આવ્યો છે. છતાં પત્તો લાગ્યો નથી જેથી જીઆરડી જવાને એ ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી છે.

મોરબીના નાની વાવડી ગામની ભકિતનગર સોસાયટીના રહેવાસી અને મોરબી એ ડીવીઝનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઇ મિયાત્રાની પત્ની હીનાબેન અને બાળકોમાં દીકરી આરતી (ઉ.૧૩) દીકરો હર્ષ (ઉ.૯) ગત તા.ર૩/પ થી ગુમ થયા છે. ૧૪ વર્ષ પૂર્વે લગ્ન થયા હોય અને જીઆરડી જવાના પત્ની તથા બાળકોને જીતુભાઇ સોલંકી રહે નવસારી (હાલ મુંબઇ) વાળો લઇ ગયાનું અરજીમાં જણાવ્યું છ.

પત્ની અને બાળકો ગુમ થયા અંગે ગત તા. ૧૦ના રોજ એ ડીવીઝન પોલીસ મથકમાં અરજી આપી છે અને પત્ની તથા બાળક ગુમ થવાનેતા.ર૩ના રોજ એક મહિના જેટલો સમય થશે છતાં કોઇ પત્તો લાગ્યો નથી અરજીમાં યુવાને જણાવ્યું છે કે તેની પત્નીને જીતુભાઇ લઇ ગયા હોય તેવી આશંકા છે અને જીતુભાઇને ફોન કરે તો ઉપાડતા ના હોવાનંુ જણાવ્યું છે. બાળકોનું ભવિષ્ય જોખમમાં છે અને બાળકો તેમજ પત્નીને કાઇપણ થશે તેની જવાબદારી જીતુભાઇ સોલંકીની રહેશે તેમ જણાવી અરજીને ધ્યાને લઇને તાત્કાલીક કાયદેસરના પગલા ભરવા જણાવ્યું છે.

(1:40 pm IST)