Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ટંકારાના ઓરપેટ સંકુલમાં વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી

રાજકોટઃ ર૧ મી જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી ટંકારા તાલુકા મથકે ઓરપેટ સંકુલ ખાતે તેમજ હરબટીયાળી તથા ઓટાળા ખાતે કરાયેલ વિશાળ સંખ્યામાં લોકો જોડાયેલ હતા. ટંકારા મામલતદાર બી.કે.પંડયા, ના.મા. એમ.જે.પટેલ, આસી. ટી.ડી.ઓ. ગૌતમભાઇ ભીમાણી, પ્રા.શિક્ષણાધીકારી શ્રી દિપાબેન મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના આચાય રામદેવજી, એડવોકેટ સંજયભાઇ ભાગીયા સહીત અનેક જોડાયેલ. ઓરપેટ કન્યા વિદ્યાલય, સાયન્સ કોલેજ, ટંકારા કુમાર તાલુકા શાળા, કન્યાશાળા, ગાયત્રીનગર, પ્રા.શાળા , એમ.પી.દોશી વિદ્યાલય, શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય સહીત અનેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. યોગનું નિદર્શન આર્ય વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા કરાયેલ. સંચાલન દેવકુમાર આર્ય દ્વારા કરાયેલ. યોગાભ્યાસમાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત, પોલીસ, હોમગાર્ડ, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયેલ હતા.(તસ્વીરઃ અહેવાલઃ હર્ષદરાય કંસારા-ટંકારા)

(1:38 pm IST)