Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ચોટીલાના દેવપરાની સીમમાં માથુ કપાયેલ હાલતમાં લાશ મળીઃ હત્યા કરનારની શોધખોળ

વઢવાણ તા. ર૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાથી ર૦ કી.મી. દુર આવેલ બામણબોર ગામની હદમાં આવતા દેવપરા ગામની સિમમાં ગળુ કાપેલ હાલતમાં એક લાશ ઝાખળામાં હોવાનું લોકોમાં વ્હેલી સવારથીજ ચર્ચામાં ચાલતુ હતું.  જયારે બામણબોર પોલીસને જાણકારી મળતા બામણબોર પાસેના નવાગામ અને દેવપરા ગામના પાટીયા વચ્ચે આવેલ સીમ વગડામાં હત્યા કરાયેલ ધડ વગર માથુ કાપેલ હાલતમાં લાશ માળતા તપાસ માટે દોડી ગયેલ છે.

આ માથુ વાઢેલ લાશ કોની છે હત્યા કોણ સિમમાં હત્યા કરી લાશ નાખી ગયું કે શું વગેરે બાબત હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(1:34 pm IST)