Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઉનાની પાલડી દરિયાઇ ખાડીમાં ડૂબી ગયેલ માછીમારની બીજે દિ' લાશ મળી

મરનાર માછીમાર અમરદીપની ફાઇલ તસ્વીર.

ઉના, તા. ર૧ : તાલુકાના પાલડી ગામે દરિયાની ખાડીમાં ડૂબી ગયેલ માછીમાર યુવાનની બીજે દિવસે લાશ મળી આવી હતી.

તાલુકાના પાલડીના અમરદીપ જગુભાઇ મેર (ઉ.વ.૧૮) વાળો તડપુલ નીચે દરિયાની ખાડીમાં કરચલા અને માછલા પકડવા ગયેલ હતો. દરિયામાં ભરતીને કારણે કરંટ હોય પાણી વધી જતાં ખાડીમાં પાણીમાં ડુબી ગયેલ અને લોકોએ તરંતુ તરવૈયા ગામના દરિયામાં જંપલાવેલ અને નવાબંદર મરીન પોલીસ તથા વહીવટી તંત્રએ પણ સ્થળ ઉપર પહોંચી વેરાવળથી એન.ડી.આર.એફ. ટીમ પણ આવી ગયેલ.

મહામહેનત બાદ સવારે તેની ભાળ મળેલ. બેભાન હાલતમાં હોય ડોકટરને બતાવતા મૃત જાહેર કરેલ અને પી.એમ. કરી નવા બંદર મરીન પોલીસએ એ.ડી. નોંધી મૃતદેહ તેના પરિવારને સોંપેલ હતો. ઉના તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં દરિયામાં ડૂબી જવાથી બેના મોત થયા હતા. પ્રથમ સૈયદરાજપરાનો તથા ત્યારબાદ પાલડી ગામનો યુવાન મૃત્યુ પામતા શોક છવાઇ ગયો છે.

(11:52 am IST)