Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સૌરાષ્ટ્ર-કચ્છ બન્યા યોગમયઃ વિશ્વ યોગ દિવસની ઉજવણી

શ્રી સોમનાથ મહાદેવ મંદિર, માધવરાય મંદિર, ભાલકા તિર્થ, ગુપ્ત પ્રયાગ સહિતના ધાર્મિક સ્થળોએ પણ કાર્યક્રમો યોજાયાઃ યોગ-સાધનામાં અસંખ્ય લોકો જોડાયા : શાળા-કોલેજો-ધાર્મિક સ્થળો સહિત અનેક સ્થળોએ માનસિક, શારિરીક અને આધ્યાત્મિક ઉર્જા માટે યોગ નિદર્શન

પ્રથમ તસ્વીરમાં ગોંડલ ખાતે યોગા ટ્રેનર શિલ્પાબેન કારીયા યોગ કરાવતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં ગોંડલ કોલેજ ચોક ખાતે સામૂહિક યોગ. ત્રીજી-ચોથી અને પાંચમી તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ સાધના તથા છઠ્ઠી અને સાતમી તસ્વીરમાં ધોરાજી ખાતે આયોજીત યોગ દિવસની ઉજવણી થતી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ, દેવાભાઇ રાઠોડ, મીનાક્ષી ભાસ્કર વૈદ્ય, દિપક કક્કડ-વેરાવળ-પ્રભાસ પાટણ, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

રાજકોટ, તા. ર૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ યોગમય બન્યા હતાં અને યોગ-સાધના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

યોગ-સાધના થકી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જા માટે અનેકવિધ યોગ-આસનો કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ધાર્મિક સ્થળોએ પણ કાર્યક્રમો યોજાયા હતાં.

વેરાવળ-સોમનાથ

વેરાવળ-પ્રભાસપાટણ : ર૧ જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે ગીર-સોમનાથ જીલ્લાનો  જીલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે યોજાયો હતો. જીલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ અંગે જીલ્લા કન્વીનર હરેશભાઇ મકવાણાએ જણાવ્યું કે, જીલ્લા કક્ષામાં પાંચ કાર્યક્રમો સોમનાથ મંદિર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, આદિત્ય બિરલા હાઇસ્કૂલ, ચોપાટી બંદર વિસ્તાર જેટી, ભાલકા તીર્થ ખાતે યોજાયા હતાં.

જયારે તાલુકા કક્ષાએ ૧ર સ્થળોએ, નગરપાલિકા કક્ષાએ ૧૦ સ્થળોએ એમ જીલ્લામાં ૯૪૧ સ્થળો ઉપર યોગ કરવામાં આવ્યા હતાં. જીલ્લાના ૬ ઐતિહાસિક સ્થળો ઉપર યોગ કરવામાં આવ્યા હતાં.

જેમાં માધવરાય મંદિર-પ્રાચી, ભાલકા તીર્થ, મહાબલ તીર્થ-વડોદરા ઝાલા, દ્રોણેશ્વર-ગીર ગઢડા, ગુપ્તપ્રયાગ-દેલવાડા સહિતના સ્થળોએ અંદાજે ૩,રપ,૦૦૦થી વધુ નાગરિકો આ યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. સોમનાથ મંદિર ખાતેના કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે ટ્રસ્ટના તમામ કર્મચારીઓ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સોમનાથના યોગ કાર્યક્રમમાં આવેલ બાળકો-વિદ્યાર્થીઓને લીંબુ શરબત-નાસ્તો ટ્રસ્ટ તરફથી કરાવાયો હતો. એટલું જ નહીં યોગની આ પ્રાચીન પરંપરાને જાળવી રાખવા આગામી ૩૧ ઓગષ્ટથી ૮ સપ્ટે. સોમનાથ ખાતે શિવાનંદ આશ્રમ આધ્યાત્મિાનંદજીના અધ્યક્ષપદે દરરોજ સવારે પ-૩૦થી ૭-૦૦ સુધી મહાયોગ શિબિર યોજાઇ રહી છે.

ગોંડલ

ગોંડલ : યોગ માત્ર શરીર માટે ઉપયોગી છે, એવું નથી પણ નિયમિત યોગ કરવાથી આપણી માનસિક અને આધ્યાત્મિક શકિતનો પણ વિકાસ થાય છે. યોગ કરવાથી રોગ પ્રતિકારક શકિત પણ વધે છે. યોગથી માત્ર બહારની સુંદરતા નહીં અંદરથી પણ તમે મજબૂત બનો છો. યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્ેશ્ય લોકોને સમગ્ર વિશ્વમાં યોગથી થતા લાભો વિશે જાગૃત કરવાનું કાર્ય યોગા ટ્રેનર શિલ્પાબેન કારીયા કરી રહ્યા છે.

ધોરાજી

ધોરાજી : વિશ્વ યોગ દિવસ નિમિત્તે કે. ઓ. શાહ કોલેજ ખાતે યોગનો કાર્યકંમ યોજાયો હતો.

યોગ કાર્યક્રમને ખુલ્લો મુકતાનગરપાલીકાના પૂનમ ડી. એલ. ભાષા અને કે.ઓ. શાહ કોલેજના પ્રિન્સીપલ કો. સી.પી. બાલધા અને કોલેજ સ્ટાફ જોડાયો હતો. તેમજ ભગવતસિઁહજી હાઇસ્કુલ ખાતે પણ યોગ શીબીર યોજાઇ હતી. જેમાઁ ભગવતસિંહજીના આચાર્ય બાબરીયા તેમજ સ્ટાફ સ્કુલના વિદ્યાર્થીઓ અધિકારીઓ ડી.સી. તેમના નગરપાલીકાના ચીફ ઓફીસ નગરપાલિકા પ્રમુખ ડી. એલ. ભાષા અને કર્મચારીઓ પોલીસ જવાનો અને આમ નાગરીકો હાજર રહેલ અને તમામને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયું હતું. અ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. સી. પી. બાલધા નગરપતિ ડી. એલ. ભાષા સહિતના જોડાયા હતાં.

સોમનાથ

વેરાવળ-પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ઉજવણી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવેલ હતી. જેમાં બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય થી આ પ્રસંગનો શુભારંભ કરેલ, ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતી પામેલ યુવક-યુવતીઓને સન્માનીત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે પુર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડિડિઓ રહેવર, અધિક કલેકટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતિન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજીક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળા ના વિદ્યાર્થીઓ સહીત સૌ લોકોએ યોગ કરેલ હતા. સૌ લોકોને રીફ્રેશમેન્ટ લીંબુ શરબત તથા   બિસ્કીટ નુ વિતરણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતુ.

મોટી પાનેલી

મોટી પાનેલી ૅં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતી ધામ શાળા મા યોગદિન ની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બાળકોએ સૂર્યનમસ્કાર સાથે મુદ્રા, આશન, પ્રાણાયામ, યોગના દાવ કરેલ. શાળાના શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીઓને દરેક યોગ અને મુદ્રા-આશન વિશે સમજણ આપી તેના ફાયદા સમજાવી વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરાવેલ.

સાથેજ ગ્રામજનોમાં પણ યોગ જાગૃતિ લાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામના  ગલી મહોલ્લા મા જઈ ગ્રામજનોને યોગાભ્યાસના ચિત્ર સાથે સમજણ આપતાં પેમ્પલેટ નુ વિતરણ કરી લોકોને પોતાના જીવન મા નિયમિત યોગ પ્રાણાયામ નો સમાવેશ કરવા ભાર મુકેલ બાળકોનો આ સુંદર પ્રયાસ બદલ શાળા સલૃલૃચાલક શ્રી એ બાળકો તેમજ શાળાના તમામ સ્ટાફ ને અભિનલૃલૃદન આપેલ. શાળાના આ સુંદર પ્રયાસ બદલ ગામલોકો એ પણ બાળકોના ઉત્સાહ ને બિરદાવેલ હતો.

(11:49 am IST)