Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ચોરવાડની મિલકત સબંધીત નોંધ પાડવાની કામગીરી શરૂ કરાશે

શહેર ભાજપ કાર્યાલય મંત્રી રોહિત મકવાણાના પ્રયત્નો સફળ

જૂનાગઢ તા.૨૧ : ચોરવાડ શહેર ભાજપના કાર્યાલય મંત્રી અને યુવા એડવોકેટ રોહિત મકવાણા દ્વારા ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરેલ કે ચોરવાડ ગામમાં છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ગામ નમુના નં.રમાં મિલકત સબંધી વારસાઇ, વહેચણી, હકક કમી તથા તેને સંલગ્ન તમામ પ્રકારની કામગીરી સદંતર રીતે બંધ હતી. આ બાબતની ગામ લોકોને પડતી મુશ્કેલીની થોડા સમયથી ફરીયાદો હોય માટે રોહિત મકવાણાએ અંગત રસ લઇ સરકારમાં અસરકારક રજૂઆત કરેલ. જેના પ્રત્યુતરમાં મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી રોહિત મકવાણાની રજૂઆતને યોગ્ય ગણી તાત્કાલીક મેંદરડાના નાયબ કલેકટર તથા માળીયા હાટીના તાલુકાના મામલતદારને જરૂરી હુકમ કરેલ જેના અનુસંધાને અધિકારી દ્વારા સંબંધીત વિભાગને જરૂરી સુચના આપી માત્ર ૮ જ દિવસના ગાળામાં આ કામગીરી ચોરવાડ શહેરમાં શરૂ કરી દીધેલ છે. આ યોગ્ય નિર્ણયથી ગામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

(11:49 am IST)